Western Times News

Gujarati News

આધુનિક પક્ષીઓના માથાની રચનામાં ડાયનાસોરનો પણ ફાળો અદભૂત છે

પૃથ્વી પરના જીવનની ઉત્ક્રાંતિની વાર્તા સમજવી એ પણ પોતાનામાં એક સાહસ છે. જયા એક તરફ વૈજ્ઞાનિકો અવશેષોમાંથી નવી પ્રજાતિના સજીવો વિશે જાણકારી મેળવી રહ્યા છે, તો બીજી તરફ તેમના ઉત્પત્‌ અને વિકાસ વિશે પણ નવી માહિતી મેળવી રહ્યા છે. તાજેતરમાં ચીની સંશોધકોએ ૧ર મિલિયન વર્ષ જૂના પક્ષીના અશ્મિ દ્વારા આધુનિક પક્ષીઓની ખોપરીના ઉત્ક્રાંતિ વિશે નવી શોધ કરી છે. તેઓએ પ્રાચીન પક્ષીઓ અને ડાયનાસોરની મુખ્ય લાક્ષણિકતાઓને જાેડીને આજના પક્ષીઓ કેવી રીતે વિકસિત થાય તે શોધવાનો પ્રયાસ કર્યો છે.

ચીનના બેઈજિંગમાં આવેલી ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સની ઈન્સ્ટિટયૂટ ઓફ વર્ટેબ્રેટ પેલિયોન્ટોલોજી એન્ડ પેલિયોએનથ્રોપોલોજી (આઈવીપીપી) અને શિકાગોના ફિલ્ડ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના વિજ્ઞાનીઓએ જાહેર કર્યું છે કે, લોકો વર્ષ પહેલા ડાયનાસોર અને પક્ષીઓ ક્યારે અલગ થઈ ગયા હતા તેમના ઉત્ક્રાંતિ દરમિયાન ડાયનાસોરની મુખ્ય સાક્ષણિકતાઓ શું હતી તેના પર રસપ્રદ અભ્યાસ કર્યો છે.

આ શોધ ત્રિ-પરિમાણીય (થ્રી ડાઈમેશન) પુનઃ નિર્માણ અને ત્યારબાદ યુઆનચુઆવિસ કોમ્પસોસોરા નામના ૧ર૦ મિલિયન વર્ષ જૂના પક્ષીની સપાટ ખોપરીના વિગતવાર વિશ્લેષણમાંથી આવી છે આ પ્રારંભિક ક્રેટાસિયસ અશ્મિ ઉત્તરપૂર્વ ચીનના લિયાઓનિગમાં આવ્યું હતું ઈલાઈફમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં, આ અશ્મિમાંથી આધુનિક પક્ષીઓની ખોપરીઓનું એક મહત્વપૂર્ણ લક્ષણ, ક્રેનિયલ કિનેસિસની ઉત્પતિ વિશે પણ સંકેતો મળે છે.

મોટાભાગના પક્ષીઓની ખોપરી બનાવે છે તે હાડકાંની બે શ્રેણીને કાઈનેટિક કંકાલ કહેવામાં આવે છે. આમાં તેમની ઉપરની ચાંચની પ્રવૃતિ તેમના મગજની રચનાથી સ્વતંત્ર છે. આ ગતિશીલતા ખોપરીના હાડકાંની બે શ્રેણી સાથે સંબંધિત છે જે ખોપરીમાં પાછળથી આગળ સાથે જાેડાયેલ છે. આમાંથી એક ગાલ પાસે અને બીજાે ઉપરથી મોં સુધી આવે છે. બળ ખોપરીના પાછળના ભાગમાંથી ચાંચ તરફ આવે છે અને તેની પ્રવૃત્તિ શક્ય છે.

આ અભ્યાસના મુખ્ય લેખક અને આઈવીપીપીના પ્રોફેસર વાંગ મિન કહે છે કે, સંપૂર્ણ હાડકા મળ્યા પછી હજુ પણ એ જાણી શકાયું નથી કે, પક્ષીઓની ઉત્ક્રાંતિમાં હાડકાંની કઈ સાંકળ સૌ પ્રથમ પૂર્ણ અને સ્વતંત્ર હતી, સંશોધકો કહે છે કે, તેઓને જાણવા મળ્યું કે, ડાયનાસોર અને પ્રારંભિક પક્ષીઓ જેમ કે એનએન્ટિઓર્નિથિન યુઆનચુઆવીસ, આ સાંકળની કડીઓ ક્યાં તો ખૂટતી હતી અથવા એવી જથ્થામાં બંધ હતી જયાં વધુ હાડકાં તેમની હિલચાલને અટકાવતા હતા. પક્ષીઓના કુટુંબના વૃક્ષમાં ચાલતી ચાંચ અથવા કિનેસિસ ક્યાં અને ક્યારે વિકસ્યા તે જાણવા માટે આ અશ્મિ ખરેખર મદદરૂપ છે.

સંશોધકોએ એમ પણ માને છે કે, એવું પણ બતાવી શકાય છે કે, આ વસ્તુ અગાઉના પક્ષીઓની ઉત્ક્રાંતિમાં દેખાતી ન હતી. યુઆનુચુઆવીસ એ લુપ્ત પક્ષીઓની આવી પ્રજાતિનું પક્ષી છે જેને એનએન્ટિઓર્નિથિન્સ કહેવાય છે. જેનો અર્થ થાય છે કે ઉંધુ પક્ષી, આજના પક્ષીઓથી તેમના હાડકાના બંધારણમાં તફાવત હોવાને કારણે તેમને આ નામ આપવામાં આવ્યું હતું. ક્રેટેશિયસ સમયગાળામાં મહાન લુપ્તતતામાં આ પક્ષી ડાયનાસોરની સાથે લુપ્ત થઈ ગયું. ઉચ્ચ – રિઝોલ્યુશન સીટી સ્ક્રેનિંગનો ઉપયોગ કરીને, સંશોધકો પ્રારંભિક પક્ષીઓ વધુ જાણી શકે છે. યુઆનચુઆવીસમાં ડાયનાસોર અને પક્ષીના ગુણોનું મિશ્રણ છે.

ડાયનાસોર, મગર, ગરોળી વગેરેમાં હાડકા તેમની આંખોની પાછળ મળી આવ્યા હતા. બાદમાં પક્ષીઓ તેનું અલગ સ્વરૂપ વિકસ્યું. સંશોધકોએ સ્પષ્ટપણે શોધી કાઢયું કે ઘણા કિસ્સાઓમાં પક્ષીઓએ ડાયનાસોરના ગુણધર્મો છોડયા નથી. ચીનના વિજ્ઞાનીઓએ જે ડાયનાસોરની સાથે પક્ષીઓની સરખામણી કરી આખરે એ ડાયનાસોર વર્તમાન જગતના માનવી માટે સદા એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને પ્રયોગો તો ત્યાં સુધી થઈ રહ્યા છે કે તેને ફરીથી ધરતી પર જીવીત કરીને હરતાં ફરતાં કરવા, અલબત્ત તે ક્યારે થશે એ સમય કહેશે પણ ડાયનાસોર અંગે કંઈક વિશેષ જાણીએ, ૬૬ મિલિયન વર્ષો પહેલા એક એસ્ટરોઈડની ટકકરથી પૃથ્વી પર સામૂહિક લુપ્ત થવાની સ્થિતિ સર્જાઈ હતી.

આમાં ૯૦ હજાર પ્રજાતિઓનો નાશ થયો હતો પરંતુ સૌથી વધુ ચર્ચા એ છે કે, મહાવિનાશમાં ડાયનાસોરનો નાશ થયો હતો. સંપૂર્ણ સત્ય નથી. આ મહાન વિનાશમાં કેટલાક ઉડતા ડાયનાસોર પણ બચી ગયા હતા, જેમના વંશજાેને આપણે પક્ષીઓ તરીકે ઓળખીએ છીએ. પણ શું થાત એ એસ્ટરોઈડ અથડાયા ન હોત અને આજે ડાયનાસોર જીવતા હોત અને આપણે માણસો (માનવ સાથેના ડાયનાશોર) પણ ફૂલ્યા-ફાલ્યા હોત.

ત્યારે દુનિયા કેવી હશે? એ વાત સાચી છે કે આ મહાન વિનાશ પછી જ માનવ વિકાસ શકય બન્યો. આ પછી જ સસ્તન પ્રાણીઓનો વિકાસ થવા લાગ્યો, જેમાં નાના પ્રોટો- પ્રાઈમેટનો સમાવેશ થાય છે. જેમાંથી પાછળથી મનુષ્યો બહાર આવી શક્યા. જાે એસ્ટરોઈડ અથડાયા ન હોત અને ડાયનાસોર બચી ગયા હોત તો શું રેપ્ટર્સ આજે ચંદ્ર પર ધ્વજ ફરકાવતા હોત અથવા મનુષ્ય આજે જે રીતે વિકસિત થયો હોત તે રીતે વિકાસ પામ્યો ન હોત.

આ બધું વિજ્ઞાન સાહિત્યના પ્રશ્ન જેવું લાગે છે, પરંતુ ઉદ્‌ભવ વૈજ્ઞાનિકો માટે અભ્યાસનું એક નવું પાસું પણ પ્રદાન કરે છે. આ સાથે કેટલાક મૂળ પ્રશ્નો પણ ઉભા થાય છે. શું માનવીઓ માત્ર અકસ્મ્ત દ્વારા વિકસિત થયા છે,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.