નવા મંત્રીઓ ગાંધીનગરમાં લક્કી નંબર વાળો બંગલો શોધી રહ્યા છે
(પ્રતિનિધિ)ગાંધીનગર, ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. અને તમામ મંત્રીઓએ પોતપોતાની કચેરીઓ પણ સંભાળી લીધી છે. પરંતુ મંત્રી નિવાસની કેટલીક માન્યતાઓના કારણે ભુપેન્દ્રભાઈ પટેલ ના મંત્રીઓ લકી નંબર નો બંગલો મેળવવા મથામણ કરી રહ્યા છે.
પાટનગર ગાંધીનગરમાં મંત્રી નિવાસ આવેલું છે ત્યાં રાજભવન ઉપરાંત મુખ્યમંત્રી નો બંગલો તેમજ વિધાનસભાના અધ્યક્ષ અને વિપક્ષે નેતા સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના બંગલા આવેલા છે. જાેકે આ બંગલાઓમાં કેટલીક ગેરમાન્યતાઓના કારણે મોટાભાગના બંગલાને શુકન અને અપશુકનિયાર માનવામાં આવી રહ્યા છે .
એક માન્યતા મુજબ ૧ નંબરના બંગલામાં રહેતા મુખ્યમંત્રીને પદ ગુમાવવાનો વારો આવે . તેવી પણ એક માન્યતા સંકળાયેલી છે એટલું જ નહીં ૧૩ નંબર નો બંગલો પણ અપ શુકનિયાળ સાબિત થયો છે. અને એટલે જ મંત્રી નિવાસસ્થાને આવેલા વિવિધ બંગલાઓમાં ૧૨ નંબર પછી સીધો ૧૨ /છ નંબર આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે હમણાં જ ડબલ એન્જિન વાળી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ૧૬ અલગ અલગ વિભાગના મંત્રીઓ એ પોતપોતાના વિભાગની કચેરીઓનો હવાલો સંભાળી લીધો છે ત્યારે હવે આ મંત્રીઓ લકી નંબરનો બંગલો મળે તે દિશામાં મથામણ કરી રહ્યા છે. આ બંગલાઓની રસપ્રદ કેટલીક બાબતો જાેવા જઈએ તો ૧૮ નંબરનો બંગલો ખૂબ જ સુકન માનવામાં આવી રહ્યો છે.
કેમકે તે બંગલામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સરકારમાં પાણી પુરવઠા મંત્રી તરીકે કુંવરજી બાવળિયા આ બંગલામાં રહેતા હતા ત્યારબાદ પ્રથમ વખત ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સત્તામાં આવતા કુંવરજી બાવળિયા ને આ બંગલો ખાલી કરવો પડ્યો હતો જેની જગ્યાએ આ બંગલો જગદીશ પંચાલ ને મળ્યો હતો
જાે કે હવે બીજી વખત મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ આવતા તેમના મંત્રીમંડળમાં જગદીશ પંચાલ અને કુંવરજી બાવળીયા એમ બંનેનો સમાવેશ થયો છે . એટલે કે ૧૮ નંબરના બંગલામાં રહેનાર મંત્રીને ફરીથી મંત્રી પદ પ્રાપ્ત થયું હોવાની એક માન્યતાના કારણે આ બંગલો શુકનવંતો સાબિત થઈ રહ્યો છે.
જ્યારે ૩૦ નંબરના બંગલાની એવી માન્યતા છે કે આ બંગલામાં રહેતા કેબિનેટ મંત્રી એવા અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાને અધવચ્ચે મંત્રી પદ છોડવાનો વારો આવ્યો હતો. જેની જગ્યાએ આ બંગલો રાજ્ય કક્ષાના ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રાપ્ત થયો હતો
જાેકે આ બંગલામાં તેઓ રહ્યા પણ કેબિનેટ રેન્ક મેળવી શક્યા નહીં. એટલે કે આ બંગલો પણ કેટલીક ગેર માન્યતા વાળો હોવાનું મનાઈ રહ્યું છે. અહીં નોધનીય છે કે રાજભવન સાથે કુલ ૪૨ મંત્રીઓ માટેના બંગલા આવેલા છે અને આ તમામ બાબતોમાં ૨૬ નંબર નો બંગલો એટલે કે મુખ્યમંત્રી નિવાસસ્થાન સૌથી લકી બંગલો માનવામાં આવી રહ્યો છે.
જાેકે શુકન અપશુકન માનવામાં ગુજરાતનું મંત્રીમંડળ પણ પાછળ રહ્યું નથી અને એટલે જ મંત્રી નિવાસના વિવિધ બંગલાઓમાં અલગ અલગ ગેરમાન્યતાઓ છવાયેલી છે. તો બીજી તરફ ભુપેન્દ્રભાઈ પટેલના પ્રથમ મુખ્યમંત્રી પદ દરમિયાન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ,પુરણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જે બંગલામાં રહેતા હતા તે બંગલો હવે કોને ફાળવવામાં આવશે તે જાેવું રહ્યું.