કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ છોડી
નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન કેન વિલિયમસને એક મોટો ર્નિણય લેતા ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ છોડવાનો ર્નિણય કર્યો છે. કેનની જગ્યાએ હવે અનુભવી બોલર ટિમ સાઉથી ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કમાન સંભાળતો જાેવા મળશે.
જાેકે કેન Test ફોર્મેટ અને T-૨૦ ફોર્મેટમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ ચાલુ રાખશે. ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવા અંગે કેન વિલિયમસને કહ્યું કે ‘ટેસ્ટની કેપ્ટન્સી છોડવાનો ર્નિણય કરવાનો આ યોગ્ય સમય છે’. ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવી મારા માટે સૌભાગ્યની વાત છે. ટેસ્ટ ક્રિકેટ મારા માટે સર્વોચ્ચ છે અને હું તેના કેપ્ટન તરીકે જે પડકારો લાવે છે તેનો આનંદ માણું છું.
કેપ્ટન તરીકે તમારું કામ અને કામનો બોજ વધે છે. મારી કારકિર્દીના આ તબક્કે, મને લાગ્યું કે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે. ૩૨ વર્ષીય કેન વિલિયમસને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેણે વર્કલોડને મેનેજ કરવા માટે મેનેજમેન્ટ સાથે વાત કર્યા બાદ આ ર્નિણય લીધો છે. ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડનો ૩૧મો ટેસ્ટ કેપ્ટન હશે.
સાઉદીની કપ્તાની હેઠળ, કિવી ટીમ આ મહિનાના અંતમાં પાકિસ્તાનની મુલાકાત લેશે, જ્યાં ન્યુઝીલેન્ડની ટીમ યજમાન ટીમ સાથે ૨ ટેસ્ટ અને ૩ વનડે શ્રેણી રમશે.
આ શ્રેણી ૨૬ ડિસેમ્બરથી ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ચાલશે. કેન વિલિયમસન ન્યુઝીલેન્ડના મહાન ટેસ્ટ કેપ્ટનોમાંથી એક છે. વાસ્તવમાં, કેનની કપ્તાની હેઠળ જ કીવી ટીમે ભારતને હરાવી પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તેના કેપ્ટનશિપના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ૩૮ ટેસ્ટ મેચોમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ કરી છે.
જેમાં તેણે ૨૨ વખત ટીમને જીત અપાવી છે અને ૮ મેચ ડ્રો રહી છે. કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ છોડ્યા બાદ ન્યૂઝીલેન્ડના અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથીને નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
તે પાકિસ્તાન પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીની કેપ્ટનશીપ કરતો જાેવા મળશે. તે જ સમયે, ટોમ લાથમ ટીમની ઉપ-કપ્તાની સંભાળશે. તમને જણાવી દઈએ કે ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ ટીમનો ૩૧મો ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. આ પહેલા તે T૨૦ ઈન્ટરનેશનલમાં ટીમની કમાન સંભાળતો જાેવા મળ્યો છે.SS1MS