Western Times News

Gujarati News

મકાન માલિકે વિદ્યાર્થીની હત્યા કરીને લાશના ચાર ટૂકડાં કર્યા

ગાઝિયાબાદ, ૩૫ વર્ષના યુવકની મોદીનગરથી બુધવારે ધરપકડ કરવામાં આવી છે, જેણે PhDના વિદ્યાર્થીની હત્યા કરી નાખી છે, ટુવાલ લઈને ૬ ઓક્ટોબરે યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. ઉમેશ શર્મા નામના હત્યારાએ ૪૦ વર્ષના અંકિતની હત્યા કર્યા બાદ તેના શરીરના ચાર ટૂકડાં કરી કરીને તેને ગંગનહેરમાં ફેંકી દીધા હતા.

જ્યારે મૃતકના મિત્રોએ સંપર્ક કરવાની કોશિશ કરી અને તે ના થઈ શક્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે હત્યાનો ભેદ ઉકેલાયો છે અને કેટલાક ખુલાસા થયા છે.

પોલીસે આ કેસમાં મકાન માલિક સહિત બે લોકોને ઝડપી લીધા છે. પોલીસ અધિકારીઓ મુજબ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જલદી આ મામલાનો ખુલાસો પણ કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે અંકિમત ખોકર નામનો PhD સ્કોલર મોદીનગરમાં ઉમેશ નામના એક વ્યક્તિના ત્યાં ભાંડે રહેતો હતો. અંકિતને જમીન વેચીને દોઢ કરોડ રૂપિયા મળ્યા હતા.

જેના વિશે ઉમેશને પણ ખબર પડી ગઈ હતી. જે પછી ઉમેશે અંકિત પાસે બિઝનેસ કરવા માટે ૬૦ લાખ રૂપિયા ઉધાર માગ્યા હતા. આરોપ છે કે ઉમેશે ત્યાં સુધી રૂપિયા ના આપ્યા જ્યાં સુધી અંકિતે માગ્યા નહોતા, ઉમેશ રૂપિયા પાછા આપવાના બદલે અંકિતના બાકીના રૂપિયા પણ પડાવવા માગતો હતો. માટે તેણે અંકિત સાથે મારામારી પણ કરી હતી અને તેના ફોનમાંથી ૪૦ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા.

આ પછી અંકિતની હત્યા કરીને તેના શરીરના ટૂકડાં કરીને ગંગનહેરમાં ફેંકી દીધા હતા. હત્યાના બે મહિના સુધી કોઈને આ વાતની ખબર જ પડી નહોતી. ગાઝિયબાદ પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક અંકિમત ખોખર બાગપતના મુકુંદપુર ગામનો રહેવાસી હતો, અંકિતના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું છે. તેમની વારસાની જમીન વેચીને અંકિતને દોઢ કરોડ રૂપિયા મળ્યા હતા.

તે આરોપી ઉમેશના મકાનમાં સપ્ટેમ્બરમાં રહેવા માટે આવ્યો હતો, અને ૭ ઓક્ટોબરથી ગુમ થઈ ગયો હતો. તેના મિત્રોએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બે મહિના સુધી કોઈને અંકિત વિશે કંઈ ખબર ના પડી પરંતુ તેનો ફોન ચાલુ રહ્યો હતો, પરંતુ કોઈ ફોન ઉપાડતું નહોતું.

પોલીસને આ ફોનના આધારે જાણવા મળ્યું કે અંકિતના ખાતામાંથી બે મહિના દરમિયાન ૪૦ લાખ રૂપિયા કઢાવ્યા હતા, અંકિતની હત્યા કર્યા બાદ આરોપીએ રૂપિયા ઉપાડ્યા હતા. જે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.