જેતપુર ગ્રામ્ય પંથકમાં ભેદી ધડાકો, ત્રણેક સેકન્ડ સુધી આ વિસ્તારોમાં ધડાકાના કંપનથી ધરતી ધ્રુજી
જેતપુર, જેતપુર શેહર અને તાલુકામાં આજે સાંજે ભેદી ધડાકા સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં લોકો દોડીને ઘર અને દુકાનોની બહાર નીકળી પડ્યા હતા. જેતપુર ગ્રામ્ય પંથકના જેતલસર, પેઢલા, મંડલીકપુર, જૂની સાંકળી, ડેડરવા, રૂપાવટી, ખારચીયા, દેવકી ગાલોર, જેતલસર જંકશન, નવી સાંકળી, બાવા પીપળીયા, આરબ ટીંબડી, પીપળવા વગેરે ગામોમાં ભેદી ધડાકો સંભળાયો છે. એટલું જ નહીં, ત્રણેક સેકન્ડ સુધી ધડાકાના કંપનથી ધરતી ધ્રુજી ઉઠી હતી.
જેતપુર શેહર અને ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકાથી લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ ગ્રામ્ય મામલતદાર દ્વારા ધડાકાની પુષ્ટિ કરાઈ છે. જાેકે ગ્રામ્ય મામલતદાર દ્વારા ભેદી ધડાકા વિશે તપાસ હાથ ધરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકો ભૂકંપ કે અન્ય ગ્રામ્ય મામલતદાર તપાસ હાથ ધરી છે. આ સાથે જ ૨૧ વર્ષ પહેલાંની ભૂકંપની યાદો તાજી કરી ભૂકંપની ભયાનકતા અંગે ચર્ચા-વિચારણા કરી મૂક્યા છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, જેતપુર શહેરમાં આજે સાંજે ૪.૦૫ વાગ્યે ભેદી ધડાકાનો પ્રચંડ અવાજ સાથે ધરતી ધ્રૂજી ઉઠી હતી. જેના કારણે લોકો ડરના માર્યા ભાગ્યા હતા.
ઘરે રસોઈ બનાવતી મહિલાઓ, દુકાનની અંદર રહેલા વેપારીઓ, તેમજ નોકરી-ઘંધો કરતો લોકો પોતાની દુકાન, ઘર કે ઓફિસમાંથી બહાર નીકળીને દોડી ગયા હતા. જ્યારે ફ્લેટના લોકો લીફ્ટને બદલે દાદરાથી નીચે ફૂરપાટ ઝડપે ઉતર્યા હતા.
થોડીવારમાં ચારેબાજુ ભૂકંપની અફવાઓ ફેલાવી હતી. જેતપુર શહેર અને તાલુકાના મોટાભાગના ગામડાઓમાં લોકોએ ધડાકો સાંભળ્યો હતો. બીજી બાજુ જેતપુર તંત્રીએ ભૂકંપની પુષ્ટી આપી નથી.
આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે, આ ધડાકા અને ભૂકંપ વિશે તપાસ ચાલું છે અને જેતપુર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તોરોમાં ધડાકો અને આંચકો અનુભવાયો હોય એવું લાગ્યું છે.HS1MS