અમદાવાદમાં યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી હત્યા
અમદાવાદ, ગુજરાતના વેપારી મથક ગણાતાં અમદાવાદમાં હવે વિવિધ ગુનાઓ સામાન્ય બની ગયા છે. જેમા પછી હત્યા, લુંટ, દારુ-જુગાર કે પછી કરોડોના ડ્રગ્સનો મામલે અનેક બનાવો સામાન્ય થઈ ગયા છે. આથી શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિ જાેખમાઈ છે. અને આમ જનતામાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આજે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં હત્યાના બનાવ નોંધાયો છે.
જમાલપુરમાં એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવીમા કેદ થઈ છે. આ ઘટના સંદર્ભે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં કેટલાક શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. શહેરની આ સમગ્ર ઘટનાના સીસીટીવીના ફુટેજ સામે આવ્યા છે.
સીસીટીવીના આધારે પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાના ગુનામાં બે આરોપીની અટકાયત કરી હોવાની માહિતી મળી છે. આ સમગ્ર ઘટનાના બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાના બાબતે સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી. તેમજ મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચે કેટલાક આરોપીની અટકાયત પણ કરી છે.
શહેરના જમાલપુર વિસ્તારનીહત્યા કેસમાં પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેમાં એક યુવક ટિફિન લઈને રસ્તા પર ચાલતો જઈ રહ્યો છે તે દરમિયાન એક હુમલાખોર દોડતો આવીને ચાલતા જઈ રહેલ યુવકને પાછળથી તીક્ષ્ણ હથિયારનો ઘા મારે છે. જ્યારે અન્ય એક સીસીટીવી ફૂટેજમાં ઈજાગ્રસ્ત યુવક દોડતો દોડતો આવી એક રીક્ષામાં ડ્રાઈવર પાસે બેસે છે. પણ પછી ફરી તે રીક્ષામાંથી ઉતરીને દોડતો જાેવા મળે છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત થયું હોવાના સમાચાર છે.