ગોધરા શહેર રાણા સમાજનું ગૌરવ
(પ્રતિનિધિ)ગોધરા. ગોધરા શહેરની રાણા સમાજ ની દીકરી પાયલોટ બનશે.અમી શૈલેષકુમાર રાણા જેઓ હાલ દક્ષિણ આફ્રિકાનાં જહોનીશ બર્ગ ખાતે પાયલોટની ટ્રેનિંગ લઈ રહ્યા છે.અમી રાણા એ તેમનો અભ્યાસ ગોધરા શહેરમાં જ પરિપૂર્ણ કર્યો છે.તેઓ અભ્યાસ માં પહેલા થી જ તેજસ્વી હતા.અને જીવનમાં કઈક કરી છૂટવાની તેઓની ઈચ્છા આજે પરિપૂર્ણ થઈ તેમ કહી શકાય.ગોધરા શહેરના કાછીયાવાડ વિસ્તારમાં આવેલા રાણા શેરી ખાતે તેઓ રહે છે.તેઓ નાં પિતા ઈટો નાં વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તેઓના માતા ગૃહિણી છે.તેઓ ને બે બહેનો અને એક ભાઈ છે.જેઓ પણ સારા અભ્યાસ થકી અત્યારે યોગ્ય જગ્યાએ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં અને દેશમાં પંચમહાલ જિલ્લાને પછાત ગણવામાં આવે છે પણ જિલ્લાને જાે આવી દીકરીઓ મળી હોય તો આ લેબલ પણ દૂર થઈ જશે.
આપણા ભારત દેશના વડાપ્રધાન દ્વારા પણ જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે અમારા ગુજરાત અને દેશના દીકરા દીકરીઓ આવનાર સમયમાં વિમાન ઉડાવશે.તેઓની આ વાત ને અમી રાણા એ ક્યાંક ને ક્યાંક સાચી ઠેરવી છે.અને ભારતના સપના ને સાકાર કર્યું છે.