Western Times News

Gujarati News

માણાવદર શહેરનું અનોખું ચૈતન્ય હનુમાન મંદિર

(પ્રતિનિધિ) માણાવદર, માણાવદર પંથકનું અનોખું હનુમાનજી મંદિર એટલે શ્રી ચૈતન્ય હનુમાન મંદિર માણાવદર કોઈ ટ્રસ્ટ નહિ કોઈ મંડળી નહી કોઈ ગાદિપતિ પણ નહિ કેવળ “રામ ભરોસે” છેલ્લા ૮૮ વર્ષથી અખંડ જયોતથી ઝળહળતું શ્રી શ્રી ચૈતન્ય હનુમાન મંદિર, માણાવદર પંથકનું સૌથી પ્રાચીન મંદિર મનાય છે. માણાવદરના પ્રાચીન રાજાશાહી વખતના પાવર હાઉસ સામે આવેલુ શ્રી ચૈતન્ય હનુમાન મંદિર નવાબી કાળથી અડીખમ ઉભું છે આજથી પ૦ વર્ષ પહેલા સિનેમા ચોકથી રેફરલ હોસ્પિટલ થઈ નવલાના પાર કરીને ઉકાબાપાની વાડીમાં ચૈતન્ય હનુમાનજીની ડેરીએ જર્મન કે પીતળનો ચા પીવાનો પ્યાલો લઈને તેલ, ગોળ, જનોઈને સાત અડદના દાણા નાખીને હનુમાનજીને તેલ ચડાવતા જતા.

અસલ ખેડૂત પુત્ર એવા ઉકાબાપા હનુમાનજીની સેવા કરે લીલુછમ ખેતર, મગફળીની કતારબંધ હાર ખેતરની ફરતે ગણડિયા કાળા પાણા તથા ખેતરના રક્ષણ માટે હાથલા પોર, કુવારની રક્ષણ દિવાલ વચ્ચે નાનકડી ઝાપલી પછી પગ કેડી શનિવારે બપોરે ચારેક વાગ્યાથી હનુમાનદાદાને તેલ ચઢાવવા માટે ટબુડી કે વાટકીમાં નાના-મોટા છોકરાઓની ચાર-પાંચ જણાની ટોળકી હનુમાન જતી હાકલ પાડે ભૂત પલીતકા દાંત પાડે ની જય બલાવતા નાનકડી ડેરીએ પહોંચે.

સફેદ ઘોટડેલા ચોખ્ખા ચોરણીને પહેરણ પહેરેલા ચકચકાટ કરતુ મોઢુ સદા પ્રસન્ન રહેતા ખડખડાટ હસતા ઉકાબાપા જે સીતારામ બોલે “છોકરાઓ આવી ગયા ને” લ્યો આ પ્રસાદીનું જલ ટોપરૂને સાકર લ્યો અહીંયા જનાવર આંટા મારે છે (જનાવર એટલે સાપ) સડી કે કાંકરી ચારો કરતાં નહિ એકી પાણી (લઘુશંકા) ખોખારો ખાઈને જ કરજાે… દિ આથમે પહેલા ઘરે પૂગી જાજાે… આવજાે જે સીતારામ બાપુ કહેતા ઉકાબાપા દેકિવાડિયા.

ઉકાબાપાની વાડીમાં જ ચૈતન્ય હનુમાન મંદિર દર્શન કરવા અને તેલ ચડાવવા અનેક લોકો આવે માણાવદરનો સવંત વિકાસ થયો જયાં ખેતરો હતા મંદિર જતા વોકળા વહેતા પાણીના ઝરણા હતા તે વિકાસથી ગાયબ થઈ ગયા હવે તો ચારેય બાજુ ક્રોકિટના જંગલ થયા ત્યાં ચૈતન્ય હનુમાન મંદિર શોધવુ પડે તેવી સ્થિતિ છે.

તેવા મંદિરમાં છેલ્લા ૮૯ વર્ષથી અખંડ જયોત અને ધજા ફરકે છે તે જુનાગઢ જિલ્લાના માણાવદર નગરમાં પાવર હાઉસ સામે આવેલુ ચૈતન્ય હનુમાન મંદિર જે હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલી મનમોહક પથ્થરમાંથી પ્રગટ થયેલી મૂ્‌દ્દા છે ચમકેલા તેલમાં બનારસી સિંદુરથી ઝળહળતું મુખ, નાનકડો નાજુક મુગટ, દિવ્ય મનોહર નયનો, આંકડાની માળા ૮૮ વર્ષથી અવિરતપણે ચાલતી અખંડ જયોત કહોકે અખંડ દિપનું તેજાેમય તેજ અખંડ જયોતની તદ્દન નજીક અષ્ઠ વિનાયક બિરાજે છે સીંદુર યજ્ઞોપવિત, જાસુદ પુષ્પ, મધુરો નાદ કરતી પીતળની નાનકડી ઘંટડી, જગારા મારતો નાનકડો ઘંટ, અગરબત્તી તાજુ ઉભુ ફાટેલ શ્રિફળની પ્રસાદી ચૈતન્યની અવધુતી અનુભૂતિ કરાવે તેવું મંગલમય વાતાવરણ સિંહોરથી સુશોભિત મંદિરની જમણી બાજુ પૂર્વ મુખી બટુક ભૈરવ દાદા તેની સાથે નાના નાના ગણપતિજી છે અત્યારે એપાર્ટમેન્ટ, મકાનો થઈ ગયા પરંતુ અહિયા કોઈપણ જાતના ફંડ ફાળા ઉઘરાણા વગર કેવળ સ્વૈચ્છિક ભેટ સહયોગથી સ્વયંભૂ મંદિર આવી હનુમાનજીને અર્પણ કરી સ્વયંભૂ ભક્તજનો વહિવટ કરે છે તથા બટુક ભોજન હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થાય છે.

ચૈતન્ય હનુમાન મંદિરે ર૪ કલાક ખુલ્લુ જ હોય છે તેના દર્શન માત્રથી એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે અનેક લોકોના દુઃખ દર્દ દૂર કરે છે લોકો માનતા પુરી કરવા દેશ-વિદેશથી આવે છે.માણાવદર પંથકની પાંચ અવધૂતી ચેતનાઓમાં પૂ. બ્રહ્મલીન રઘુવીરદાસબાપુ, શ્રી નથુરામ શર્માજી (આનંદ આશ્રમ- લીંબુડા) પૂ. ડાયારામબાપા (નાનડિયા) ભગવાન સ્વામીનારાયણના સખા ભૂદેવ મયારામ ભટ્ટ અને ચૈતન્ય હનુમાન મંદિરમાં નવાબીકાળથી અખંડ જયોત જે અવધૂતી ચેતનાની અનૂભિતિ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.