મહારાષ્ટ્રથી સિમેન્ટની આડમાં ગુજરાત લવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો
ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધી ન્ઝ્રમ્એ આગળની તપાસ હાથ ધરી છે
વલસાડ, વલસાડ જિલ્લા LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમ્યાન વલસાડ LCB ટીમને મળેલી બાતમીના આધારે ભિલાડ હાઇવે ઉપર મહારાષ્ટ્ર તરફથી આવતા એક સેમેન્ટ મિક્સર વાહનને અટકાવી ચેક કરતા સીમાન્સ મિક્સર મશીનમાંથી ૧૫૮ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂના જથ્થા સાથે સિમેન્ટ મિક્સર ચાલક અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ LCBની ટીમે સિમેન્ટ મિક્સર, ૬૩૮૪ બોટલ દારૂનો જથ્થો અને ૨ મોબાઈલ મળી કુલ ૧૬.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે સિમેન્ટ મિક્સર ગાડીનો ચાલક અને ક્લીનર ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર ભરાવી આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લા ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ નાતાલ પર્વને લઈને પ્રોહીબિશન પ્રવૃતિઓ અંકુશમાં લાવવા વલસાડ LCBની વી. બી. બારડ અને તેમની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલ પોલીસ મથક વિસ્તારોમાં પ્રોહીબિશન ડ્રાઇવ હાથ ધરી હતી. જે દરમ્યાન વી. બી. બારડની ટીમને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફથી એક સિમેન્ટના મિક્સર ટાટા બલ્કર
ટેન્કર ન. ય્ત્ન-૧૪-ઠ-૮૬૯૨માં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને ભિલાડ થઈને સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. વલસાડ ન્ઝ્રમ્ની ટીમનર મળેલી બાતમીના આધારે ભિલાડ હાઇવે ઉપર દમણગંગા ઢાબા પાસે ભારત પેટ્રોલ પમ્પ સામે બાતમી વાળા વાહનની વોચમાં ઉભા હતા.
જે દરમ્યાન બાતમી વાળું વાહન આવતા તેને અટકાવી ચેક કરતા સિમેન્ટના મિક્સરમાંથી ૧૫૮ પેટીમાંથી ૬૩૮૪ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ LCBની ટીમે ૬.૩૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે સેમેન્ટ મિક્સર ચાલક આકાશ પારસનાથ સોની, ઉ.વ. ૨૯, રહે કડોદરા, અને ક્લીનર વશીમખાન આશિકઅલી ખાન, ઉ.વ.૩૦, રહે કડોદરા, ત્ન દ્ભ લક્ષ્મી સિમેન્ટ પ્લાન્ટમાં ડ્રાયવર કેબિનમાં બંનેને ઝડપી પાડયા હતા.
વલસાડ LCBની ટીમે ૬.૩૧ લાખનો દારૂનો જથ્થો અને ૨ મોબાઈલ તેમજ સિમેન્ટ મિક્સર વાહન ટાટા બલ્કર ટેન્કર મળી કુલ ૧૬.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર નાગેન્દ્ર અને ઈરફાન નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધી ન્ઝ્રમ્એ આગળની તપાસ હાથ ધરી છે.