વડાપ્રધાન વિરૂધ્ધ બીલાવલ ભુટ્ટોએ કરેલા વિવાદિત નિવેદનથી ભાજપમાં રોષ
વલસાડ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પાકિસ્તાન ના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું….
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ મહામંત્રી તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી આદરણીય શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બીલાવલ ભુટ્ટો દ્વારા
યુ.એન.એસ.સી માં દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિરૂધ્ધ બિન સંસદીય ભાષાનો ઉપયોગ કરી તેમની માનસિકતા છતી કરી છે જે સંદર્ભે આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન ના વિરોધ પ્રદર્શન
અને પુતળા દહન નો કાર્યક્રમ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાનીમાં,વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ અને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં વલસાડના આઝાદ ચોક ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કરી
ભુટ્ટો તેમજ પાકિસ્તાન વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે બાદ વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે આર.એ.સી. અનશુયા ઝા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રીઓ નિખિલભાઈ ચોકસી જિતેશભાઈ પટેલ,
જિલ્લા કોષાઅધ્યક્ષ શ્રી રાજેશભાઇ ભાનુશાલી,પ્રદેશ લઘુમતી મોરચાના ના મંત્રી શ્રી ઈલિયાસ મલેક, જિલ્લા મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, વલસાડ શહેર પ્રમુખ શ્રી કંદર્પભાઈ દેસાઈ,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચા ના મંત્રી ભાવિકાબેન ગોઘારી,
વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલ દેસાઈ,યુવા મોરચા જિલ્લા મહામંત્રી મયંક પટેલ, યુવા મોરચા જિલ્લા કોષાઅધ્યક્ષ જીજ્ઞેશ નંદા,વલસાડ શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર પંચાલ,યુવા મોરચા, તાલુકા,શહેર ભાજપના તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો,સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.