Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરો સાથે કેબ સર્વીસના ડ્રાઈવરોની દાદાગીરી

અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે છેલ્લા કેટલાક સમયથી એપ્લીકેશન બેઝડ કેબ સર્વીસના કેટલાક ટેક્ષી ડ્રાઈવરો પેસેન્જરો પાસેથી નિયત ભાડા કરતાં બમણાં અને ત્રણ ગણાં ભાડાં વસુલી ખુલ્લેઆમ લુંટ ચલાવી રહયાં ફરીયાદો વધી ગઈ છે.

ગુરુવારે સાંજે એપ્લીકેશન બેઝડ એક ટેક્ષી સર્વીસના ડ્રાઈવરો દ્વારા પેસેન્જરો પાસેથી ઓવરચાર્જ માગતા માથાકુટ થઈ હતી. જેથી પેેસેન્જરોએ એપ્લીકેશનમાં દર્શાવેલા ભાડા કરતાં ઓવરચાર્જ કરતા ડ્રાઈવરો સામે ફરીયાદ કરી હતી. ફરીયાદને પગલે ટેક્ષી સર્વીસ દ્વારા ૧૦ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું એરપોર્ટના સુત્રો જણાવે છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે છેલ્લા કેટલાક સમયથી એપ્લીકેશન બેઝડ ટેક્ષીવાળાઓઅની દાદાગીરી ખુબ વધી ગઈ છે. આ ટેક્ષીવાળાઓ પેસેન્જરો પાસેથી ઓવરચાર્જ લઈ ઉઘાડી લું ચલાવતા હોવાની પેસેન્જરોમાંથી બુમ ઉઠી છે. નારણપુરામાં રહેતાં પારસ પટેલે ગુરુવારે સાંજે તેમના પત્ની સાથે મુંબઈથી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા હતા. તેઓ કહે છે કે અમે ઓનલાઈન એપ્લીકેશન બેઝડ કેબ સર્વીસ ઓલા દ્વારા ટેક્ષી બુક કરાવી હતી.

જયારે ટેક્ષી પીકઅપ પોઈન્ટ ઉપર પહોચ્યા હતા. ત્યારે અમે અમુક કરેલી ટેક્ષીના ડ્રાઈવરે એપ્લીકેશનમાં દર્શાવેલી રકમ કરતાં રૂા.૩૦૦ વધુ આપવા કહયું હતું જેથી વધુ પૈસા આપવાની ના પાડી દીધી હતી. તેથી ડ્રાઈવરે તરત જ અમારું બુકીગ કેનસલ કરી નાખ્યું.

અમે જયારે તેને આમ કરવાનું કારણ પુછયું તો તે ડ્રાઈવરે અમારી સાથે ખરાબ વર્તન કર્યું. છેવટે અમે અન્ય ટેક્ષી દ્વારા ઘેર આવ્યા હતા. પેસેન્જર પોલીસને જાણ કે તો પોલીસ પણ ટેક્ષીવાળાને પોલીસ સ્ટેશને લઈ જવાને બદલે પેસેન્જરને ફરીયાદ કરવાના નામે પોલીસ સ્ટેશન આવવા કહે છે પરીણામે મોટાભાગના પેેસેન્જરો ફરીયાદ કરવાનું ટાળી દે છે.

આ ઘટના અંગે પ્રતીભાવ જાણવા માટે ‘ઓલા’ કેમ સર્વીસની વેબસાઈટ ઉપર આપેલા મીડીયા કમેન્ટના ઈ મેઈલ પર પ્રતીક્રિયા જાણવા ઈમેલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પ્રતિક્રિયયા પ્રાપ્ત થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.