ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા 7 દિવસનો સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિવિધ માનવતાવાદી પ્રવૃતિઓ ચાલી રહી છે જેમાંની જુનિયર રેડ ક્રોસ એક મુખ્ય પ્રવૃતિ શાળા કક્ષાએ ચાલે છે. જેમાં અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ , અમદાવાદ ના જુનિયર રેડ ક્રોસ માં જોડાયેલ બાળકો તેમજ તેમના વાલીઓ માટે એક વિશિષ્ટ પ્રવૃતિ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રેડ ક્રોસ ના માનનીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન માં સાત દિવસનો સેફટી અવેરનેસ કાર્યક્રમ શાળા મધ્યે યોજાયો જેમાં 120 શિક્ષક શ્રીઓ અને 600 વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડ તાલીમ આપવામાં આવી 1200 વિદ્યાર્થીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ.
તારીખ 17 12 2022 ના રોજ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે ભૂકંપ અને આગ અંગેની મોક ડ્રીલ યોજવામાં આવી જેમાં જીએસડીએમએ, એસડીઆર એફ,ફાયર બ્રિગેડ ની ટીમોએ મોક ડ્રિલ દ્વારા પ્રેક્તિકલ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડેલ હતું… રેડ ક્રોસ ટીમ ના મેમ્બર્સ એ આખું આયોજન સંભાળ્યું.