વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ૩૬ મો વાર્ષિકોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ) વાપી. ‘હરિઆ ફિએસ્ટા’ અંતર્ગત વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ૩૬ માં વાર્ષિકદિનની ઉજવણી કરવામાં આવી.. જેમા અતિથિ વિશેષ તરીકે શ્રી સુદર્શન આયંગર ટ્રસ્ટી ઓફ ફોર્મર વાઇસ ચાન્સેલર ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના ચેરમેન શ્રી કાંતિલાલ હરિઆ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એ.કે.શાહ તથા શાળાના સમગ્ર ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ આચાર્યા શ્રીમતી બીની પૌલ, ચેરમેન શ્રી કાંતિલાલ હરિઆ અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એ.કે.શાહ તેમજ અતિથિ વિશેષ શ્રી સુદર્શન આયંગરના કરકમલો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો.
સાંસ્કૃતિક કાર્યક્રમની શરુઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી. બાળકોએ વિવિધ મનોરંજક કૃતિઓ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યારબાદ શાળાનાં આચાર્યા શ્રીમતી બીનીપૌલે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. તેમજ પધારેલ સર્વ મહાનુભવો ના હસ્તે બાળકોએ પૂરા વર્ષ દરમિયાન મેળવેલ વિવિધ સિદ્ધિઓ માટે ઇનામ વિતરણ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ.
આમંત્રિત સર્વ મહાનુભવોએ તેમનો અમૂલ્ય સમય આપવા બદલ શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ આપી સન્માન કરી આભાર વ્યકત કર્યો. બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ કાર્યક્રમને નિહાળી આનંદિત થઇ ગયા. શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર તરફથી શિક્ષકો અને બાળકોને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા.