Western Times News

Gujarati News

કલ્યાણી શાળા “ઉલ્લાસ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ ઇવેન્ટઃ- ૨૦૨૨” માં સમગ્ર જિલ્લામાં “બેસ્ટ સ્કૂલ વિનર” બની

(પ્રતિનિધિ) વલસાડ, કલ્યાણી શાળાએ શ્રીમતી એન. કે. દેસાઈ સાયન્સ કોલેજ આયોજિત ‘ઉલ્લાસ ઇન્ટર સ્કૂલ સપોર્ટ એન્ડ કલ્ચરલ ઇવેન્ટઃ- ૨૦૨૨’ માં સમગ્ર જિલ્લામાં ‘બેસ્ટ સ્કૂલ વિનર’ ચેમ્પિયન બની સતત બીજા વર્ષે આ અંતર શાળા સ્પર્ધામાં કલ્યાણી શાળા ચેમ્પિયન બની છે. આ વર્ષે શાળાના ૩૩ વિદ્યાર્થી ભાઈઓ અને ૪૭ વિદ્યાર્થી નીઓ મળીને કુલ ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ૧૦ જેટલા માર્ગદર્શક શિક્ષકો સાથે ૧૨ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને કુલ ૮૧ ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

શાળાની વિદ્યાર્થીની વિશાખા અજય શર્માએ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ , સજના એ પટેલે પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ , ઈશા પટેલે બેડમિન્ટન બહેનોની સ્પર્ધામાં પ્રથમ ક્રમ અને બોક્સ ક્રિકેટમાં કલ્યાણી ટીમ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો ઉપરાંત બેડમિન્ટન સ્પર્ધામાં હેલી પટેલ અને દીપ પટેલે દ્વિતીય ક્રમ , ટીસા પટેલે સિંગિંગ સ્પર્ધામાં તૃતીયક્રમ તથા કીર્તન ઠાકોર બેડમિન્ટન સ્પર્ધામાં તૃતીય સંજના વાય. પટેલ લુડો સ્પર્ધામાં તૃતીય શનિ સંકલપુરા સંગીત ગાયન સ્પર્ધામાં તૃતીય ક્રમ નીધિ આર.આહિરે રંગોળી સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ સ્પર્ધામાં શાળાના શિક્ષકો શ્રી રોહિતભાઈ શ્રી સંકેતભાઈ શ્રી સંજયભાઈ શ્રી જગદીશભાઈ શ્રી મયુરભાઈ શ્રી મહેશભાઈ તથા શિક્ષિકા શ્રીમતી નિહારિકાબેન મીનલબેન એલિઝાબેથ સ્મિતાબેન રસવંતીબેન પીનલબેન પલ્લવીબેન હેતલબેન ધરતી બેની વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમગ્ર શાળા પરિવાર આચાર્યશ્રી સુનિલ પટેલ તથા સમગ્ર સંચાલક મંડળ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષક મિત્રોને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.