યાત્રાધામ ડાકોરમાં ભક્તોને માથે જાેખમ
(પ્રતિનિધિ)ડાકોર, યાત્રાધામ ડાકોર રણછોડરાય મહારાજના મંદિર સામે આવેલ ગોમતી તળાવ ની ફરતે બનાવેલ ભારે ભરખમ પથ્થરો થી બનેલી મઢુલી ના પથ્થરો પડવાના બનાવો સામે આવ્યા જાેકે કોઈ વૈષ્ણવને વાગેલ નથી સદનસીબે ગોમતી તળાવ પર બનાવેલ મઢુલી ના પથ્થરો રાત્રિ ના અરસા માં પડતા જાેખમ ટળ્યુ જાે દિવસે આ ઘટના બની હોત તો પથ્થરો અને નીચે યાત્રાળુઓ પણ દબાઈ જાત અને ગંભીર હોનારત સર્જાતમહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિના પહેલા બનાવ બન્યો હતો પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં ડાકોર પાલિકા તંત્ર દ્વારા માત્ર તે જગ્યા પર દોરડા બાંધીને સંતોષ મનાવ્યો ડાકોર પાલિકા દ્વારા અનુ વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તથા અન્ય પથ્થર ની મઢુલીઓની ગુણવત્તા ચેક કરવામાં આવે તેવી ઉગ્રમાંગ ઉઠવા પામી છે.
આ બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજ્ય પટેલ સાથે વાત કરતા તેવો જણાવે છે કે આ ગોમતીપરની જવાબદારી સમગ્ર પ્રક્રિયાની યાત્રા વિકાસ બાર્ડની આવે છે . તેમજ નગર પાલિકા ડાકોર દ્વારા આ પત્થર પડવાની ઘટનાઓ વિશે ૧૫ દિવસ પહેલા પત્ર લખી આપેલ છે