Western Times News

Gujarati News

મોબાઈલ સ્નેચીંગ કરતા બે શખ્સોને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી ૧૨ મોબાઈલ કબ્જે કર્યા

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચમાં મોબાઈલ હાથમાં રાખી ચાલતા લોકોને નિશાન બનાવી મોબાઈલ સ્નેચીંગ કરતા બે શખ્શોને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ૧૨ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. મુખ્ય બજારોની આસપાસ લટાર મારી આ બે યુવાનો મોબાઈલ હાથમાં રાખી ચાલતા અથવા મોબાઈલ ઉપર વાતો કરવામાં વ્યસ્ત લોકોના ફોન ઝૂંટવી પલાયન થઈ જતા હતા.તાજેતરના સમયમાં એકસરખી મોડ્‌સઓપરેન્ડીથી ગુનાઓની સંખ્યા વધતા સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શકમંદોને ઓળખી કાઢી વોચ ગોઠવી ઝડપી પાડ્યા છે.

આરોપીઓ પાસેથી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) તથા ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની તપાસ હાથધરી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.તાજેતરમાં વધેલા મોબાઈલ સ્નેચીંગના ગુનાઓમાં સક્રિય ઇસમોને પકડવા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ મોબાઈલ સ્નેચીંગના ગુનામાં સક્રિય ઈસમોને પકડી પાડવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.ભરૂચ શહેર “સી” ડીવી પો સ્ટે. વિસ્તાર માંથી થયેલ મોબાઇલ સ્નેચીંગ બનાવમાં ભરચક બજાર અને મુખ્ય માર્ગ નજીક ગુના વધુ બનતા હોવાની માહિતીના આધારે તપાસની દિશા નક્કી કરાઈ હતી.

બનાવવાળી જગ્યા તથા રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટVISWAS (Video integration & State Wide Advance Security) ના સીસીટીવી કેમેરાની મદદથી ફુટેજ મેળવતા મોબાઈલ સ્નેચીંગ કરનાર બે ઇસમો પલ્સર મો.સા.નો ઉપયોગ કરતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. મોબાઈલનું લોક ખોલી ન શક્યા અને ઝડપાયા પોલીસ ઈન્સપેક્ટર એચ.બી.ગોહિલ તથા સર્વેલન્સ ટીમ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન ઝાડેશ્વર ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા.તે દરમ્યાન એક કાળા કલરની ટુ વ્હીલર બજાજ પલ્સર મોટર સાયકલ નંબર ય્ત્ન-૦૫-દ્ભન્-૯૬૦૩ ઉપર બે ઈસમો નજરે પડ્યા હતા.આ બંન્ને સીસીટીવીમાં નજરે પડેલા મોબાઈલ સ્નેચર હોય તેમ પોલીસને અંદાજ હતો.બંનેની તલાશી દરમ્યાન અલગ અલગ કંપનીના પાંચ મોબાઈલ ફોન બંને પાસેથી મળી આવ્યા હતા.

આ મોબાઈલ લોક હતા જેના પાસવર્ડ નાખવા જણાવાતા બાઈક સવાર યામીન અલતાફ ઈબ્રાહીમ વોરા પટેલ ઉ.વ.૨૨ રહે.નવીનગરી સરનાર ગામ તા.જી.ભરૂચ અને મુબારક હસન પટેલ ઉ.વ.૩૧ રહે. કોસાડ આવાસ અમરોલી, જી સુરત નાઓ તે ફોન ખોલી શક્યા ન હતા.આ મોબાઈલ વિશે પુછપરછ કરતા તેઓએ ભરૂચ જીલ્લા માંથી અલગ-અલગ જગ્યાએથી મોબાઈલ સ્નેચીંગ કરી મેળવેલાની કબુલાત કરી હતી.આરોપીઓની ઉંડાણ પૂર્વક તપાસ કરતા આરોપીઓ પાસેથી વધુ અલગ-અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧૨ મોબાઈલ અને બાઈક કબ્જે કરી તપાસ હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.