શિયાળામાં સોહામણી લાગે વુલન કુર્તી
શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા દરમિયાન ‘શું પહેરવું ? એની સમસ્યા માનુનીઓને સતાવતી રહે છે. કારણ કે ગમે તેટલા સ્ટાઈલિશ કપડાં પર ઠંડીના કારણે સ્વેટર પહેરવાની ફરજ પડતી હોય છે. આ સંજાેગોમાં શિયાળામાં પહેરવા માટે યુવતીઓ પાસે બહુ મર્યાદિત વિકલ્પો રહી જાય છે. હાલમાં માનુનીઓમાં પહેરવા માટે વુલન કુર્તી ‘ઈન ડિમાન્ડ’ છે ની-લેન્થ ધરાવતી આવી વુલન કુર્તી ઈન ડિમાન્ડ છે ની-લેન્થ ધરાવતી આવી વેુલન કુર્તી શિયાળાની શરૂઆતની ઠંડકમાં કોેલેજિયન અને વર્કિંગ વુમન બંને માટે સારી રહે છે.
જીન્સ સાથે શોર્ટ કુર્તી વધારે સુંદર લાગે છે. આ વુલન કુર્તી મિકસ એન્ડ મેચ કરીને પહેરવાથી પણ સારી લાગે છે. સામાન્ય રીતે વુલન કુર્તીમાં ચુડીદાર સાથે ની-લેન્થ ધરાવતી અને જીન્સ કે જેગિંગ્સસાથે થોડી શોર્ટ હોય એવી વુલન કુર્તી બજારમાં મળે છે. કોલેજ ગોઈંગ યુવતીઓ અને વર્કિંગ વુમન બંને માટે આ ફેશન ઉપયોગી છે. લેગિંગ્સ સાથે વુલન કુર્તી ઃ જાે તમારે તમારો લુક સિમ્પલ રાખવો હોય તો વુલનની કુર્તીને લેગિગ્સ સાથે પહેરવી જાેઈએ.
આ લુક દરેક વયની મહિલાઓ પર સારો લાગે છે. જાેકે કુર્તી સાથે લેગિંગ્સ પહેરતી વખતે લોન્ગ કુર્તીની જ પસંદગી કરવી જાેઈએ. જાે તમે એથનિક ટચ આપવા ઈચ્છતા હો તો એની સાથે કોન્ટ્રાસ્ટ રંગનો દુપટ્ટો કે પછી સ્ટોલ નાખી શકો છો. પ્લાઝો સાથે સ્ટાઈલિંગ ઃ વુલન કુર્તી પ્લાઝો સાથે પણ પહેરી શકાય છે. જાે તમે ઈચ્છો તો આ પ્લાઝો વોર્મ મટીરિયલમાંથી તૈયાર કરાવી શકો છો. આ તમને સ્ટાઈલિશ લૂક આપશે. જાે તમે ઈચ્છો તો એની સાથે લોન્ગ કોટ પહેરી શકો છો. આ સ્ટાઈલ ઓફિસ જતી મહિલાઓમાં ફેવરિટ છે. જાે તમે વુલન કુર્તીની સાથે પ્લાઝો અને કોટ ટ્રાય કરી રહ્યા હો તો એની સાથે સ્કાર્ફનો ઉપયોગ સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.
વુલન પેન્ટ સાથેનું કોમ્બિનેશન : વિન્ટર આઉટફિટમાં વુલન કુર્તી સાથે વુલન પેન્ટનું કોમ્બિનેશન બહુ સારું લાગે છે. જાે તમારી કુર્તી લાઈટ કલરની હોય તો એની સાથે બ્લેક પેન્ટ પહેરો. આની સાથે દુપટ્ટા કે સ્ટોલની જરૂર નથી પડતી. જાે તમે ઈચ્છો તો આ કોમ્બિનેશન સાથે લોન્ગ વુલન શ્રગ પહેરી શકો છો. આ વુલન શ્રગની લંબાઈ કુર્તી કરતા વધારે હોય એનું ધ્યાન રાખો. આ સ્ટાઈલ એલિગન્ટ લુક આપશે.
જીન્સ અને વુલન કુર્તી : વુલન કુર્તી સાથે જીન્સનું કોમ્બિનેશન એવરગ્રીન છે. જયારે તમને કંઈ સુઝતું ન હોય તો વુલન કુર્તી સાથે ડેનિમ જીન્સ પહેરીને ફટાફટ પહેરી શકાય છે. જીન્સ સાથે ટયુનિક કુર્તી પહેરી રહ્યા હો તો એની સાથે બુટસની સ્ટાઈલ સારી લાગે છે. આની સાથે જ્વેલરી કે દુપટ્ટાની જરૂર નથી પડતી. કેઝયુઅલર લુક માટે જીન્સ સાથે વુલન કુર્તી સારામાં સારો વિકલ્પ છે.