Western Times News

Gujarati News

રિવરફ્રન્ટ પર ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગી નેતાએ ડ્રગ્સમાં ઉપયોગમાં લેવાતા ગોગો-પેપર સભાગૃહમાં રજુ કરતા ભારે હોબાળો થતા બોર્ડ મુલતવી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મકાન ટ્રાન્સફર ફીમા વધારો , આભાસી બજેટ તેમજ સિક્યુરિટી મુદ્દે ચર્ચા થઈ હતી.

સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાણ થઈ રહ્યા છે તેવા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા મ્યુનિ.સભાગૃહમાં વિપક્ષી નેતાએ ડ્રગ્સ સેવન માટે ઉપયોગમાં લેવાતા પેપર ને રજૂ કરતા સતાધારી પાર્ટી એ તેનો વિરોધ કરતા ભારે હોબાળો થયો હતો અંતે, સામસામે સૂત્રોચ્ચાર વચ્ચે સભા બરખાસ્ત કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સામે સવાલ ઊભા કર્યા હતા તેમના જણાવ્યા મુજબ ૨૦૦૬-૭ થી ૨૦૨૨ ૨૩ સુધી જનરલ બજેટમાં રૂ.૭૬૭૩૧ કરોડ ના બજેટ મંજુર કરવામાં આવ્યા છે

તેમાં કુલ ૧૦,૦૦૦ કરોડ ના અંદાજ રિવાઇઝ કરવામાં આવ્યા છે જ્યારે ખરેખર તેના કરતાં પણ ઓછી રકમ ખર્ચ થઈ છે આ બાબતથી એ સ્પષ્ટ થાય છે કે સત્તાધીશો દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી આવી જાહેરાત ઈ- રિક્ષામાં પણ કરવામાં આવી હતી

જેમાં ૬૦૦ રિક્ષા ચલાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હાલ માત્ર ૪૮ ઈ રીક્ષા ચાલી રહી છે જમાલપુર અને કાલુપુર રેલવે સ્ટેશન સુધી એલિવેટેડ કોરિડોર યોજના પણ અભરાઈએ મૂકવામાં આવી છે બે વર્ષ પહેલા એનિમલ હોસ્ટેલ, રેસ્ક્યુ સેન્ટર વગેરેની જાેગવાઈ કરવામાં આવી હતી

જે હજી સુધી તૈયાર થયા નથી તેવી જ રીતે સિક્યુરિટીમાં પણ ગેરરીતી ચાલી રહી છે સાબરમતી રિવરફ્રન્ટ પર સિક્યુરિટીને લઈ અને સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. તેમાં જણાવ્યા મુજબ રિવરફ્રન્ટ પર પ્રથમ શિફ્ટમાં ૧૨૯, બીજી શિફ્ટમાં ૧૨૯ તેમજ ૧૧૫ મળી કુલ ૩૭૩ જેટલા સિક્યુરિટી ગાર્ડ છે

છતાં પણ રિવરફ્રન્ટ પર ૧૬ થી ૧૭ વર્ષના છોકરાઓ ડ્રગ્સ લેતા જાેવા મળે છે. એનો હું પુરાવો લઈને આવ્યો છું વિપક્ષના નેતા દ્વારા ડ્રગ્સ લેવા માટે જે ગોગો રોલીંગ પેપર વાપરવામાં આવે છે. તે ડેપ્યુટી મેયર અને સભાગૃહ સમક્ષ રજુ કર્યું હતું ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે સામે જણાવ્યું હતું કે

ગુજરાતમાં સૌથી વધારે ડ્રગ્સ પકડવા વાળું રાજ્ય છે અને જાે તમને ત્યાં ડ્રગ્સ લેતા લોકો દેખાયા હતા તો તમારે પોલીસ ફરિયાદ કરવી જાેઈએ અને ત્યાંથી જ ૧૦૦ નંબર પર ફોન કરવો જાેઈએ શા માટે તમે તેવું ના કર્યું. ડ્રગ્સ વેચાતું હોવાનો આરોપ ખોટો છે.

રિવરફ્રન્ટ પર ડ્રગ્સ વેચાતું હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા ભાજપના કોર્પોરેટરો અને શાસકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને જાે ડ્રગ્સ વેચાતું હોવાનું તેઓ સભાગૃહમાં લઈને આવ્યા છે તો ખુદ શહેઝાદખાનની સામે જ ગુનો દાખલ કરવો જાેઈએ કે ડ્રગ્સ લઈને તેઓ સભાગૃહમાં આવ્યા છે તેવી રજુઆત કરી હતી

આ રીતે ભાજપના કોર્પોરેટરો એ બોલતા જ વિપક્ષના નેતા સીધા ડેપ્યુટી મેયર સમક્ષ દોડી ગયા હતા અને જે ગોગો-પેપર લઈને આવ્યા હતા તે તેમણે પરત લઈ લીધા હતા જેથી ભાજપના કોર્પોરેટરો તેને તેમની પાસેથી પહોંચ્યા હતા તેમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ચકમક થઈ હતી અને સામ સામે સુત્રોચાર થતા અધ્યક્ષસ્થાનેથી બોર્ડ બરખાસ્ત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.