“હરહર મહાદેવ” અને “જય સોમનાથ”ના નાદથી મધ્ય રાત્રિએ ગુંજી ઉઠ્યું સોમનાથ તીર્થ
સોમનાથ ખાતે માસિક શિવરાત્રી ના પર્વ પર જ્યોતપુજન અને મધ્યરાત્રીએ મહા આરતી કરાયા
સોમનાથ, પ્રથમ જ્યોતિર્લંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતી માસિક શિવરાત્રી માં ભાગ લેવા સેંડકો ભાવિકો સોમનાથ આવી પહોંચ્યા હતા.
સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર દેસાઈ, કલકતા ના આદ્યશક્તિ પીઠના મહંત શ્રી સંતાનંદ પુરિજી મહારાજ સહિત મહાનુભાવો દ્વારા જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ દ્રવ્યો અર્પણ કરી મહાપૂજા કરવામાં આવી હતી.
સાથે મધ્યરાત્રીએ યોજવામાં આવતી મહાઆરતીમાં ભાગ લેવા અનેક શ્રદ્ધાળુઓ સોમનાથ આવી પહોંચ્યા હતા. ભક્તોના હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે જ્યોતિર્લિંગ તીર્થ ગુંજી ઉઠ્યું હતું.