Western Times News

Gujarati News

પ્રમુખસ્વામી મહારાજે સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં અપૂર્વ યોગદાન આપ્યું હતું

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સમરસતા દિને પ્રમુખસ્વામી મહારાજના સમત્વદૃષ્ટિ યુક્ત સર્વજનહિતાય દિવ્ય જીવનને અંજલિ આપતાં આગેવાનો

●      ભેદભાવને દૂર કરવાના મૂળભૂત ઉપાયો કરીને

●      અનેકવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક આગેવાનોએ સમતાના મેરુ એવા  પ્રમુખસ્વામી મહારાજને  જન્મશતાબ્દીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

આજે ‘સમરસતા દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં ભારતના અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘સમત્વમ્ યોગ ઉચ્યતે ’- ગીતાની આ ઉક્તિના મૂર્તિમંત સ્વરૂપ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય વિષયક વિશિષ્ટ પ્રસ્તુતિમાં આજે દર્શાવવામાં આવ્યું કે દેશ-વિદેશ, ગરીબ-અમીર, નાત-જાત, શિક્ષિત- અશિક્ષિતના ભેદ જોયા વગર પ્રમુખસ્વામી મહારાજે સૌ કોઈને અપનાવ્યા. બધામાં ભગવાન જોવાની દૃષ્ટિ પ્રમુખસ્વામી મહારાજની સમરસતાનું મુખ્ય કારણ હતું. તેમની આ દૃષ્ટિ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રમુખ પરિબળ બની રહી.

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે ૨૧  ડિસેમ્બરના રોજ યોજાયેલ કોન્ફરન્સમાં વક્તવ્યોના અંશો

વિષય: The Role of Saints in the Empowerment of Scheduled Castes

(અનુસૂચિત જાતિઓના ઉત્કર્ષમાં સંતોનું પ્રદાન)

આયોજક: ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી, બિલાસપુર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ અને

BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યુ દિલ્લી

કોન્ફરન્સમાં મહાનુભાવોના ઉદગારોના  અંશો.

શ્રી હિમાંશુ પંડયા, ઉપ-કુલપતિ,  સ્વાગત પ્રવચન:

“BAPS જેવી સંસ્થા સાથે જ્યારે આપણે સમાનતા આણવાના પ્રયાસમાં સહભાગી થઈશું ત્યારે આપણે ખરા અર્થમાં વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ ધપી શકીશું.”

શ્રી મિલિન્દ કાંબલે, સ્થાપક પ્રમુખ, દલિત ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

“ડૉ. આંબેડકરે સમાનતા માટે પ્રયત્નો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે પણ દલિત સમુદાયમાં વિચરણ કરીને સમાનતા માટે અને દલિતોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું. સમાજના ”વંચિતોના સામાજિક અને આર્થિક ઉદ્ધાર માટે BAPS જેવી સંસ્થા પાસે માર્ગદર્શનની આશા છે. સર્વસમાવેશક સમાજની રચના એ આપણું લક્ષ્ય છે.”

શ્રી આલોક કુમાર ચક્રવાલ, ઉપ કુલપતિ, ગુરુ ઘાસીદાસ વિશ્વ વિદ્યાલય, બિલાસપુર

“સ્વામિનારાયણ સંપ્રદાય એ એક  એવી સંસ્થા છે જે સામાજિક સંવાદિતા લાવી શકે કારણકે અહીં

નાત જાતના કોઈ ભેદ વગર સર્વ પ્રત્યે સદ્ભાવથી વર્તન કરવામાં આવે છે.”

મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી, , BAPS

“ સનાતન હિન્દુ ધર્મનો સાર એ છે કે પ્રત્યેક વ્યક્તિ જ્ઞાન, મુક્તિ અને આનંદનો અધિકારી છે. આ જ પ્રમુખસ્વામી મહારાજના સમગ્ર જજીવનનો સંદેશ પણ છે.”

શ્રી સંજીવ ડાંગી, ઉપ પ્રમુખ, ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

“જ્યારે પણ સમાનતાના ભાવનો લોપ થયો છે ત્યારે સમજે ઘર્ષણનો સામનો કરવો પડ્યો છે.  ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સમાનતાના સંદેશને સમાજમાં વધુમાં વધુ પ્રસારિત કરવો જોઈએ.”

શ્રી તરુણ વિજય, પૂર્વ સભ્ય, રાજ્યસભા

“પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત BAPS સંસ્થા સાચા અર્થમાં સમાનતા પ્રસ્થાપિત કરી શકશે.”

શ્રી આર . એસ . સરજુ, પ્રમુખ –  દલિત, આદિવાસી એન્ડ ટ્રાન્સલેશન સ્ટડીઝ

“સમાજની સર્વતોમુખ પ્રગતિ થાય એ સંતોના જીવનનું લક્ષ્ય છે.”

શ્રી કલ્પેશ ભટ્ટ, પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ મેરી વોશિંગટન

“ સામાજિક સમાનતા લાવવા માટે આંતરિક દુર્ગુણો જેવાં કે અહંકાર, ભેદભાવ વગેરેને નિર્મૂળ કરવા પડશે. પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા સર્વેમાં આત્મગૌરવ સીંચવાનું કાર્ય કર્યું.”

શ્રી ગુરૂપ્રકાશ પાસવાન, આસિસ્ટન્ટ પ્રોફેસર, પટના યુનિવર્સિટી

“ આ સમગ્ર નગર એક અદભૂત આધ્યાત્મિક શક્તિનું સ્થાન છે. એકદમ સાહજિક રીતે આ સમગ્ર નગર સર્જન પામ્યું છે.”

શ્રી રમેશ ચંદેર, લેખક

“ હું ધાર્મિક વ્યક્તિ નથી, હું ભગવાનમાં માનું છું, પણ જ્યારથી અહીં આવ્યો ત્યારથી મને ખરેખર પ્રતીતિ થઈ ગઈ છે કે ધર્મ અને સંતોનો સમાજ ઉત્થાનમાં ખૂબ મોટો ફાળો છે.”

બીઝાય સોનકર શાસ્ત્રી, પૂર્વ સભ્ય, લોકસભા

“મેં અહીં જોયું કે હજારો સ્વયંસેવકો કોઈ અહંકાર વગર સેવા કરી રહ્યા છે અને અન્ય વ્યક્તિમાં પરમાત્મા રહ્યા છે તેવી ભાવના સાથે સેવા કરી રહ્યા છે. “

પૂ. શ્રુતિપ્રકાશ સ્વામી, BAPS

“અહીં નગરમાં જે યજ્ઞો થઈ રહ્યા છે તેમાં ચારેય વર્ણના લોકો ભાગ લઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે સર્વને આત્મદૃષ્ટિ દૃઢ કરાવી અને  સર્વેને બ્રહ્મવિદ્યાના અધિકારી ગણ્યા.”

પૂજ્ય મંગલનિધિ સ્વામી, BAPS

“સર્વને દિવ્ય ગણવાની દૃષ્ટિ વર્ચસ્વ સ્થાપવાની હોડમાંથી ઉગારી લે છે. ખરા સામર્થ્યનો ઉદ્ભવ આધ્યાત્મિક જ્ઞાનમાંથી આવે છે, નહીં કે ભૌતિક સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાંથી.”

શ્રી કિશોર મકવાણા, લેખક અને પત્રકાર

“પ્રમુખ સ્વામી મહારાજને તેમની જન્મશતાબ્દીએ યથાર્થ અંજલિ એ જ છે કે તેમના સંવાદિતા ભર્યા વિશ્વના નિર્માણના સંકલ્પને આપણે સાકાર કરીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.