100 એકરમાં 5 વર્ષમાં બનેલું દિલ્લી અક્ષરધામ રિયલ એસ્ટેટ ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી
“પ્રમુખસ્વામી મહારાજ માત્ર શુભ વિચારોના જનક નહોતા, પરંતુ તેને અમલમાં મૂકી શકનાર કુશળ નેતા હતા. મંદિરોને સર્જવાની તો વાત દૂર રહી પણ આપણે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સર્જિત મંદિરોના નામ પણ યાદ રાખી શકીએ કે કેમ તે પ્રશ્ન છે.”
પ્રોફેશનલ કોન્ફરન્સ : The Confederation of Real Estate Developers’ Associations of India (CREDAI)
વક્તવ્ય પર પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ, BAPS જણાવ્યું હતું કે, “મુશ્કેલીના સમયમાં જે મનુષ્ય હિંમત ન ગુમાવે તેને ભગવાન સહાય કરે છે. આ નગર કષ્ટોની વચ્ચે સેવાના અદમ્ય ઉત્સાહથી આકાર પામ્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી શીખવા મળે છે કે કી રીતે પ્રસિદ્ધિની કામના કર્યા વગર શુભ કાર્ય કર્યા કરવું.”
શ્રી હેમલ પટેલ, પ્રમુખ, CREDAI ,ગુજરાત “પ્રમુખસ્વામી મહરાજની મહાનતાને પામવા 100 કોન્ફરન્સ કરવી પડે! પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સર્જિત મંદિરો અને ખાસ કરીને 2૩ એકરમાં ૬ વરસમાં નિર્મિત ગાંધીનગર અક્ષરધામ અને ૧૦૦ એકરમાં ૫ વરસમાં નિર્મિત દિલ્લી અક્ષરધામ રિયલ એસ્ટેટ ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે.”
રજની અજમેરા, અજમેરા ગ્રુપ ઓફ કંપનીઝ “આજે આપણે જે પણ કૈંક સિદ્ધ કર્યું છે તે સર્વે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદને આભારી છે. પ્રમુખસ્વામી મહારાજે આપણાથી બનતો પુરુષાર્થ કરી પરિણામ ભગવાન પર છોડતાં શિખવાડ્યું.”
પૂ. ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી , BAPS “જો આપણે આપણાં પરિવારમાં મૂલ્યોને નહીં સીંચીએ તો પરિવાર ખોવાનો વારો આવશે.”
શ્રી રાહુલ પટેલ, (M/s Patel & Co., Chartered Accountants) “આવા ભવ્ય અને સુંદર નગરનું સર્જન પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદને કારણે શક્ય બન્યું છે.”