Western Times News

Gujarati News

જીતાલી ગામે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા ૭ જુગારીયાઓની અટકાયત

૬ મોબાઈલો અને ૨ વાહનો મળી ૮૨,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત : વરલી મટકાનો આંક ફરકનો જુગાર ચલાવતો મુખ્ય સુત્રધાર ફરાર

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરીના મકાન પાછળ લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા ૭ જુગારીયાઓને રોકડ રકમ,૬ મોબાઈલો અને ૨ વાહનો મળી કુલ ૮૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.જયારે વરલી મટકાનો આંક ફરકનો જુગાર ચલાવતો મુખ્ય સુત્રધાર ફરાર થઈ ગયો.

મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરીમાં રહેતો ઈસમ મહેશ પ્રભાત વસાવા પોતાના આર્થિક ફાયદા માટે પોતાના મળતિયાઓ રાખી નવી નગરીના મંગા જેસીંગના મકાન પાછળ લીમડાના ઝાડ નીચે વરલી મટકાનો જુગારધામ ચલાવે છે.

જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ૧૬,૭૦૦ હજાર, ૬ નંગ મોબાઈલ ૨૫,૫૦૦ તેમજ ૨ વાહનો ૪૦,૦૦૦ તેમજ ખુરશી મળી કુલ રૂપિયા ૮૨,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ૭ જુગારીયાઓ (૧) ગૌતમ વસાવા રહે,તાળ ફળિયું,ચૌટા નાકા,અંકલેશ્વર (૨) સુનીલ વસાવા રહે,નવી નગરી જીતાલી,અંકલેશ્વર (૩) નિલેશ વસાવા રહે,તાળ ફળિયું,ચૌટા નાકા,અંકલેશ્વર (૪) મનહર તડવી રહે,કુકરદા તા.દેડીયાપાડા (૫) રાજેશ ચૌહાણ રહે,ગ્રીન પાર્ક સોસાયટી,જીતાલી,અંકલેશ્વર (૬) પ્રેમસિંગ વસાવા રહે,વાઘરી ફળિયું, જીતાલી, અંકલેશ્વર (૭) ક્રાંતિ વસાવા રહે,નવી નગરી, જીતાલી,અંકલેશ્વરની અટકાયત કરી હતી.

તો મુખ્ય સૂત્રધાર મહેશ વસાવા રહે,નવી નગરી, જીતાલી અંકલેશ્વર ફરાર થઈ ગયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપેલા તમામ સાતેય ઈસમો વિરૂદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને સોંપવામાં આવતા પોલીસે વધુ તપાસ આરંભી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.