મોટા બાવળ તથા મીઠીબીલી પ્રા.શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ સદસ્યો તથા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા તારીખ ૨૦- ૧૨- ૨૨ ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના છેવાડાના ગામો મોટાબાવળ તથા મીઠીબીલી ગામની પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરાયા. કાર્યક્રમની શરૂઆત ભારતમાતા તથા શ્રી વિવેકાનંદજીના પૂજન સાથે કરાઈ હતી. ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રા. ડૉ. રોહિત દેસાઈએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ભારત વિકાસ પરિષદની પ્રવૃત્તિઓનો પરિચય આપી જણાવ્યું કે આ કોઈ દાન કે શખાવત નથી પણ પરિવારનો એક ભાઈ બીજા ભાઈને મદદ કરે છે તેવું જાણજાે.
પારિવારિક ભાવનાથી આ પ્રકલ્પ ચલાવવા છે. અહીં વિદ્યાર્થીઓને હળવી શૈલીમાં એ સમજવાનો પ્રયાસ કર્યો કે આપ પણ મોટા બનો સક્ષમ બનો ત્યારે આ પ્રકારે આપણા પરિવારના સમાજના કે રાષ્ટ્રના કોઈ જરૂરિયાત મંદને મદદ કરજાે. તે ઉપરાંત વિશેષમાં નશાબંધી અને વ્યસન મુક્તિનો સંદેશ પણ આપવામાં આવ્યો. બંને શાળાઓમાં કાર્યક્રમ પ્રસંગે ભારત વિકાસ પરિષદના અરવલ્લી, ગાધીનગર અને સાબરકાંઠાના વિભાગીય મંત્રી શ્રી નિકેશભાઇ સંખેશરા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રો. ડૉ.હિતભાઈ દેસાઈ તથા સદસ્ય સુરેશભાઈ પટેલ, હિતેશભાઈ વી પટેલ, ડૉ. હરપાલસિંહ ચૌહાણ, હસમુખભાઈ પંચાલ, ડૉ.શક્તિસિં મોટાબાવળ પ્રાથમિક શાળા ના આચાર્ય શૈલેષભાઈ તથા મીઠીબીલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી સુજાતાબેન તથા એસએમસીના સભ્યો વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.