Western Times News

Gujarati News

અરવલ્લી : આંબલીયારા પોલીસે 1.25 લાખનો અને ધનસુરા પોલીસે 4.27 લાખનો દારૂ ઝડપ્યો

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરી અટકાવવા શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે આંબલીયારા પોલીસે અમરગઢ ગામ નજીક સ્કોર્પિઓ ગાડીમાંથી ૧.૨૫ લાખના દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો તેમજ ધનસુરા પોલીસે સીમલી ત્રણ રસ્તા પાસેથી ફોર્ચ્યુનર કારમાંથી ૪.૨૭ લાખનો દારૂ ઝડપી લીધો હતો.

આંબલીયારા પીએસઆઈ એસ.ડી.માળી અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ચોઈલા-અમરગઢ-રોડ પરથી સ્કોર્પીઓ કારમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા સતર્ક બની અમરગઢ નજીક સ્કોર્પિઓને અટકાવવા જતા બુટલેગરે કાર ભગાડી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી અટકાવી ગાડીની તલાસી લેતા ગાડીમાંથી વિદેશી દારૂ-બિયર નંગ-૧૨૫૩૨૫/- નો જથ્થો જપ્ત કરી ચાલક ભરત રમેશ ઠાકોર (રહે,વાલેર-ધાનેરા,બનાસકાંઠા) ને દબોચી લઇ રૂ.૪.૨૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ધનસુરા પોલીસને રાજસ્થાનમાંથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ભરી માલપુર તરફથી ધનસુરા તરફ આવતી હોવાની બાતમી મળતા સતર્ક બની સીમલી ત્રણ રસ્તા પર વોચ ગોઠવાતા બાતમી આધારિત ફોર્ચ્યુનર કાર આવતા અટકાવવા જતા ગાડી દોડાવી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા ફોર્ચ્યુનર કાર રોડ સાઈડમાં ઉતરી જતા ચાલક કાર રેઢિયાળી મૂકી રફુચક્કર થતા પોલીસે ગાડીમાંથી ૪.૨૭ લાખના દારૂ સાથે ૧૪.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.