નેત્રંગમાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભારત સરકારના રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યકમ ના ટીબી મુક્તિ અભિયાન ૨૦૨૫ અંતર્ગત ગુજરાત સરકારના નેતૃત્વના આધીન નેત્રંગ તાલુકામાં ટીબી મુક્તિ અભિયાન ચલાવવામાં આવેલ છે.ગુજરાત સરકારના ટીબી અભિયાનનું બીડુ રાજશ્રી પોલિફિલ કંપનીએ ઉપાડેલ છે.રાજશ્રી પોલિફિલ કંપનીમાં પોતાની સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી ના અનુરૂપ નેત્રંગ તાલુકાના સરેરાશ ૭૦ થી વધુ દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુસર પોષણ સુધા પ્રોજેક્ટ હાથ ધરેલ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રંગ તાલુકાના તમામ ટીબીના દર્દીઓને આહાર કીટ નો સહયોગ પૂરો પાડવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમ્યાન નેત્રંગ જિલ્લા ક્ષય અધિકારી શ્રી પૂનમ તાંબા તાલુકા હેલ્થ અધિકારી એ.એન.સીગ, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર રવિન્દ્રસિંહ મેડિકલ ઓફિસર ડો. વિરેન્દ્ર પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર ગણેશ વસાવા ટીબી સુપરવાઈઝર વિપુલ પરમાર તેમજ રાજશ્રી પોલિફિલ્ડ કંપની વતી સિનિયર મેનેજર જયદીપ કાપડિયા, સાગર પટેલ અને ટીબીના દર્દીઓએ ઉપસ્થિત રહ્યા હતા.