Western Times News

Gujarati News

ગુજરાતીઓને છેતરતી ગેંગ સાઈબર ક્રાઈમે ઝડપી પાડી

અમદાવાદ, ઝારખંડના જામતારા અને હરિયાણાના મેવાત એવા બે વિસ્તારો છે કે જ્યાંથી સાઈબર ફ્રોડ અને સેક્સટોર્શનના ગુનાઓમાં પણ સામેલ ગેંગ ગુજરાતીઓ સાથે છેતરપિંડી આચરે છે. જાે કે, ગુજરાતના પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ ગેંગ આ વિસ્તારના સ્થાનિકો માટે રોબિનહૂડની જેમ કામ કરે છે. આ ગેંગ ગરીબોને ભીખ આપે છે, તેમના લગ્ન માટે રુપિયા પણ ખર્ચે છે અને તેમની તબીબી સારવારનો ખર્ચ પણ ઉઠાવે છે. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાઈબર સેલના ડીસીપી અજીત રાજીયને અમદાવાદ મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઓટીપી સંબંધિત છેતરપિંડી મોટાભાગના સાઈબર ફ્રોડ રાજસ્થાનના મેવાત અને ભરતપુરના સરહદી વિસ્તારમાં સક્રીય આ ગેંગ દ્વારા કરવામાં આવી રહી છે. ભરતપુરમાં આ ગેંગ મુખ્યત્વે સેક્સટોર્શન, નકલી વેબસાઈટ બનાવવી અને ઓનલાઈન ગુડ્‌સ ટ્રેડિંગ વેબસાઈટ જેવા ગુનાઓમાં સંડોવાયેલી છે.

આ ફ્રોડ ઓપરેટરો ખરેખરમાં પશ્ચિમ બંગાળના આસનસોલથી જામતારાના ગીધોરી વિસ્તાર સુધી દૂર દૂર સુધી ફેલાયેલા છે અને તેઓ ખૂબ જ ચાલાક છે. આ ગેંગમાં મોટાભાગના યુવાનો છે અને તેમની પાસે પોતાના બંગલા, કાર અને વિશાળ જમીન છે.

જાે કે, આ ગેંગ સ્થાનિક ગરીબોને મદદ કરે છે. જેથી તેમાનાં મોટાભાગના લોકો તેમને પકડાવવામાં પોલીસને મદદ કરવા માટે તૈયાર નથી. તેઓ કેટલાંક રાજકારણીઓ સાથે પણ મજબૂત સાંઠગાંઠ ધરાવે છે. જેના કારણે તેઓ વધુ શક્તિશાળી બન્યા અને વર્ચસ્વ ઉભુ કર્યું હતું, એવું એસીપી જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું.

એસીપીએ એવું પણ જણાવ્યું કે, એક આરોપીને તેઓ જામતારામાંથી ખૂબ જ મુશ્કેલીથી પકડવામાં સફળ રહ્યા હતા. મોહમ્મદ અકીલની પૂછપરછ દરમિયાન તેણે એવું જણાવ્યું કે, સાઈબર ફ્રોડ દ્વારા છેતરપિંડી કરાયેલા ૩૦ ટકા પૈસા તેઓ ગરીબોને દાનમાં આપે છે.

જેથી આ વિસ્તારના ગરીબો અને જરુરિયાતમંદ લોકો તેમનું સન્માન કરે છે અને આ જ કારણે પોલીસ ગુજરાતીઓને છેતરતી ગેંગ વિશે વધુમાં વધુ માહિતી મેળવી શકે છે.

સાઈબર ક્રાઈમના પીએસઆઈ તરુણ મોરડિયાએ જણાવ્યું કે, આ ગેંગનો બીજાે આરોપી સોઙિલ ખાન છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ ગામના ગરીબોને મદદ કરે છે. આ જ કારણે પોલીસ તેમના સુધી પહોંચી શકતી નથી. તો તપાસકર્તા અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા પકડવામાં આવેલા તમામ આરોપીઓ મોડસ ઓપરેન્ડી એક જેવી જ છે. અન્ય એક આરોપી ગોવિંદ મંડલે પોલીસને જણાવ્યું કે, તેમની ગેંગ સ્થાનિકો માટે ભવ્ય લગ્ન સમારોહનું પણ આયોજન કરે છે.

એસીપી યાદવે જણાવ્યું કે, મેવાત અને જામતારાના ગેંગસ્ટર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા મોટાભાગના પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ પશ્ચિમ બંગાળના આસનસોલમાંથી મેળવવામાં આવે છે. પછી છેતરપિંડી દ્વારા મેળવવામાં આવેલા રુપિયા આ ગેંગ જે નકલી ખાતામાં જમા કરાવે છે તે પણ એ જ વિસ્તારના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.