Western Times News

Gujarati News

રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં કડકડતી ઠંડી શરૂ

અમદાવાદ, આખરે આજે સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે. ડિસેમ્બરના અંતમાં ઠંડીના જબરદસ્ત ચમકારાનો અહેસાસ થવા લાગ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવારણમાં ઠંડક પ્રસરી હતી અને ઠંડા પવનોને લીધે પારો ગગડ્યો હતો.

જે બાદ આજે રાતે થ્રીજાવતી ઠંડી જાેવા મળી હતી. જ્યારે સવારે ઘરની બહાર નીકળતાં જ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પારો ગગડ્યો છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. વહેલી સવારે લોકો શરીરને હૂંફ આપતા વસ્ત્રો પહેરી કામે જતા જાેવા મળ્યા છે. લોકો તાપણું કરી લઈ રહ્યા છે, સાથે જ લોકો શિયાળાની શીત લહેરની મજા પણ માણી રહ્યા છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે.

રાજ્યમાં ૧૫ કિમીની ઝડપે ઠંડા પવનો ફુંકાતા ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. અરવલ્લીમાં વહેલી સવારે ઠંડીનો પારો ૧૦ ડિગ્રીએ પહોંચ્યો હતો. ઠંડી વધતા લોકો ઠુંઠવાયા છે. ઠંડી વધતા ખેડૂતો ખુશ છે, જેના લીધે ઘઉંના પાકને ફાયદો થશે.

જિલ્લામાં ૭૦ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર કારાયું છે. નર્મદાના રાજપીપલા શહેર સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ઠંડીનો ચમકારો જાેવા મળ્યો છે. ઠંડીમાં લોકો ગાર્ડનમાં ચાલતા અને કસરત કરતા નજરે પડ્યા છે. નર્મદામાં તાપમાનનો પારો ૧૭ ડીગ્રીએ પહોંચ્યો છે.

જ્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો છે. ઠંડીથી બચવા લોકો તપણાનો સહારો લઈ રહ્યા છે. ડીસામાં બે દિવસમાં તાપમાનનો પારો ૩ ડિગ્રી જેટલો ગગડ્યો છે, અત્યારે તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી છે. નલિયા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં હજુ બે ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે.

હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી છે. નલિયા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં હજુ બે ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે.

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે. ૨૫ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે, તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં વારંવાર વાતાવરણ બદલાશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યવાસીઓએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ૨૫મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે. જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.