ભટ્ટ અને કપૂર પરિવાર રાહાની પહેલી ક્રિસમસને ખાસ બનાવવા ભેગો થયો

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લગ્ન પછી આ પહેલી ક્રિસમસ છે. આટલુ જ નહીં, તેમની દીકરી રાહા પણ પહેલીવાર ક્રિસમસની ઉજવણી કરશે. અને આ વાતને ધ્યાનમાં રાખીને ભટ્ટ અને કપૂરે સાથે મળીને ખાસ ઉજવણી કરી હતી.
આલિયા ભટ્ટના મમ્મી સોની રાઝદાને પોતાના ઘરે શનિવારની સાંજે ક્રિસમસ ડિનરનું આયોજન કર્યુ હતું. પોતાની બન્ને દીકરીઓ આલિયા અને શાહીન એકસાથે હોવાને કારણે તેઓ ઘણાં ખુશ જણાયા હતા. આ ઉજવણીમાં પૂજા ભટ્ટ, નીતૂ કપૂર, રણબીર કપૂર પણ હાજર રહ્યા હતા. આટલુ જ નહીં, બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર તેમજ આલિયા-રણબીરના ખાસ મિત્ર અયાન મુખર્જીએ પણ હાજરી આપી હતી.
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શાહીન ભટ્ટ સાથેની તસવીર શેર કરી છે. તેણે પોતાના ફેન્સને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી હતી. બેકગ્રાઉન્ડમાં સુંદર અને સુશોભિત ક્રિસમસ ટ્રી પણ દેખાઈ રહ્યું છે. સોની રાઝદાને આલિયા ભટ્ટ સાથે એક તસવીર શેર કરી છે.
રેડ ડ્રેસમાં આલિયા ભટ્ટ સુંદર લાગી રહી છે. તેણે સાન્તા હેયરબેન્ડ પણ પહેરી છે. આ સિવાય સોની રાઝદાને બન્ને દીકરીઓ સાથેની એક તસવીર પણ શેર કરી છે. તેમણે લખ્યું કે, આ બન્નેને એકસાથે એક સમયે જાેઈને ઘણી ખુશી થઈ રહી છે. નીતૂ કપૂરે પણ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તમામ મહેમાનો જણાઈ રહ્યા છે.
આલિયાએ ક્રિસમસના અવસર પર રેડ ડ્રેસ પર પસંદગી ઉતારી છે, જ્યારે રણબીર કપૂરે વ્હાઈટ કપડા પહેર્યા છે. બાકી મહેમાનો બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યા હતા. સોની રાઝદાન અને શાહીન ભટ્ટે ક્રિસમસ ડેકોરેશનની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. તેમણે એક ક્રિસમસ ટ્રી તૈયાર કર્યું છે જેના પર ઘરના સભ્યોના નામ લખવામાં આવ્યા હતા. વીડિયોમાં રણબીર અને રાહાનું નામ જાેઈ શકાયું છે.
સોની રાઝદાને ડિનર ટેબલને પણ રેડ થીમ અનુસાર સુશોભિત કર્યું હતું. આટલુ જ નહીં, મીણબત્તીથી ઘરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. શાહીન ભટ્ટે શેર કરેલી તસવીરમાં જાેઈ શકાય છે કે આ સેલિબ્રેશનમાં મહેશ ભટ્ટ પણ હાજર રહ્યા હતા.SS1MS