સાળીઓએ વિકીના ચંપલ ચોરતા કેટરીના ગુસ્સે થઈ હતી

મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફની ડેટિંગથી લઈને તેમના લગ્નની વિધિઓ સુધી, બધું ખૂબ જ ગુપ્ત રહ્યું હતું. આ કપલે ક્યારેય પોતાની લવ સ્ટોરી વિશે ખુલીને વાત નથી કરી.
આટલું જ નહીં, કરણ જાેહરે પોતાના ચેટ શોમાં અફસોસ વ્યક્ત કર્યો છે કે તેને વિકી-કેટરિનાના લગ્નનું આમંત્રણ ન મળતા તે ખૂબ જ નિરાશ થયો હતો. કેટરિના અને વિકીના લગ્ન ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રાજસ્થાનના સવાઈમાધોપુરમાં થયા હતા. પરંતુ હવે અમે તમને વિકી કૌશલ અને કેટરિના કૈફના ‘પ્રાઈવેટ વેડિંગ’ની એક ફની સ્ટોરી જણાવીએ છીએ, જેને જાેઈને તમે પણ હસવા લાગશો.
આ વાર્તા વિકી કૌશલના લગ્નમાં જૂતા છુપાવવાની સેરેમની સાથે જાેડાયેલી છે. આ પહેલા તમે આવા ઘણા સમાચાર વાંચ્યા હશે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિકીએ તેના ૬ વર્ષની બાળકીઓએ જૂતા ચોરીની વિધિ માટે ૧ કરોડથી વધુ રકમ આપી છે.
હવે અમે તમને જણાવીએ છીએ કે ખરેખર શું થયું. હકીકતમાં, રવિવારે વિકી કૌશલ કિયારા અડવાણી સાથે ‘ધ કપિલ શર્મા શો’ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. આ શોમાં જ કપિલે વિકીને પૂછ્યું હતું કે તેણે જૂતા ચોરીની સેરેમનીમાં કેટરીનાની છ બહેનોને શું આપ્યું? બસ પછી શું, વિકીએ આ મજેદાર વાત કહી.
વિકીએ કહ્યું, ‘અમે બપોરે ફેરા લીધા હતા. કેટરિનાની બહેનો ચંપલ ચોરી કરવા તૈયાર હતી અને મારા બે ભાઈઓ ચંડીગઢથી આવ્યા હતા, તેઓ ચંપલ ચોરવા નહિ દેવા મક્કમ હતા. ફેરા શરૂ થતાં જ કેટરીનાની બહેનોએ ચંપલની ચોરી કરી દીધી હતી.
વિકીએ આગળ કહ્યું, ‘પછી શું હતું, હું પણ ઊભો થયો પણ જૂતા નહોતા. હવે તો ચંપલ ચોરાઈ ગયા છે, પૈસા આપો વગેરે વાતો થઈ હશે, પરંતુ તડકામાં કેટરીનાએ પોતે જ તેની બહેનોને બૂમો પાડી કે ‘તેના ચંપલ લાવો’. તેણીએ પોતે તેની બહેનોને પ્રેમથી ચંપલ લાવવા કહ્યું. જાેકે, ચપ્પલ માટે ત્યારે કશું આપવું પડ્યું ન હતુ.SS1MS