Western Times News

Gujarati News

એકમેકમાં ખોવાયા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

મુંબઈ, કપૂર પરિવાર દરેક ખાસ દિવસની ઉજવણી સાથે મળીને કરે છે, તે પછી કોઈનો બર્થ ડે હોય કે તહેવાર. રવિવારે (૨૫ ડિસેમ્બર) પણ કુણાલ કપૂરે પરિવારના તમામ સભ્યો માટે ક્રિસમસ બ્રંચનું આયોજન કર્યુ હતું. જેમાં ન્યૂ પેરેન્ટ્‌સ આલિયા ભટ્ટ-રણબીર કપૂર, રણધીર કપૂર, બબિતા કપૂર, નીતૂ કપૂર, કરિશ્મા કપૂર, રીમા કપૂર તેમજ નીલા દેવી કપૂર સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

તમામે સાથે મળીને ખૂબ વાતો કરી હતી અને જાત-જાતના પકવાનની મજા લીધી હતી. જણાવી દઈએ કે, કરીના કપૂર અને સૈફ અલી ખાન તેમના બંને બાળકો- તૈમૂર અને જેહ સાથે લંડનમાં હોવાથી તેઓ હાજર રહી શક્યા નહોતા.

આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદની પહેલી ક્રિસમસ કેવી રહી તેની ઝલક ઈન્સ્ટાગ્રામ પર દેખાડી છે. પહેલી તસવીરમાં ખૂબ જ રોમેન્ટિક છે, જેમાં રણબીર આલિયાને ભેટીને ઉભો છે અને તેને ગાલ પર કિસ કરી રહ્યો છે. રેડ કલરના કપડામાં આલિયા ક્યૂટ લાગી રહી છે.

રણબીરે વ્હાઈટ શર્ટ અને ડેનિમ પહેર્યું છે. બીજી તસવીરમાં તે બહેન શાહીન ભટ્ટ સાથે દેખાઈ રહી છે. ત્રીજી તસવીરમાં મમ્મી સોની રાઝદાન, સાસુ નીતૂ કપૂર અને મોટી બહેન પૂજા ભટ્ટ છે. અંતિમ તસવીરમાં કપૂર પરિવારના અન્ય સભ્યો છે. આ સાથે લખ્યું છે ‘દુનિયાના સૌથી શ્રેષ્ઠ લોકો સાથે રહેવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. મારા પરિવાર તરફથી આપને મેરી ક્રિસમસ’.

આ ક્રિસમસ કપલ માટે એટલા માટે પણ ખાસ હતી કારણ કે, દીકરી રાહા સાથેનું તેમનું આ પહેલું સેલિબ્રેશન હતું. કરિશ્મા કપૂરે પણ ક્રિસમસ બ્રંચની તસવીરો શેર કરી છે. જેમાં તેણે રેડ એન્ડ વ્હાઈટ કલરનું ફ્રોક પહેર્યું છે. તો બીજી તરફ આલિયા પણ આ જ કલરના આઉટફિટમાં દેખાઈ રહી છે. બંનેની વચ્ચે ઉભા રહીને પોઝ આપી રહેલો રણબીર હેન્ડસમ લાગે છે.

એક તસવીરમાં કરિશ્મા તેના કાકાને ભેટી રહી છે. આ સિવાય એકમાં તેના કાકાની દીકરી અને દીકરા સાથે છે. આ સાથે લખ્યું છે ‘પરિવાર મહત્વનો છે. જેઓ ત્યાં હાજર નહોતા રહી શક્યા તેમને મિસ કર્યા. આલિયા ભટ્ટ, નીતૂ કપૂર અને કરિશ્મા કપૂરે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ કેટલીક તસવીરો શેર કરી છે.

જેમાં મોટાભાગના સભ્યો લાલ અને ગ્રીન કપડામાં દેખાયા. આ સિવાય તેઓએ કઈ-કઈ વાનગી ખાધી હતી તેની ઝલક પણ દેખાડી છે. કુણાલ કપૂરના ઘરે યોજાયેલા બ્રંચમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અને તેની ખાસ ફ્રેન્ડ સુહાના ખાન પણ હાજર રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.