Western Times News

Gujarati News

SACના ઈન્ટર્નને ક્લાસમેટ અને તેના ફ્રેન્ડે ધમકી આપી માગ્યા ૧૫ કરોડ

અમદાવાદ, શહેરના જાેધપુર વિસ્તારમાં રહેતા યુવક પાસેથી તેની જ સાથે ભણતી યુવતીએ ૧૫ કરોડ રૂપિયાની માગ કરી હતી અને ના આપે તો મારી નાખવાની ધમકી આપી છે. જેથી યુવકે સોમવારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સાથી વિદ્યાર્થિની અને તેના ફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી છે. જૂન ૨૦૨૨થી આ બંને યુવક પાસે રૂપિયાની માગ કરતા હતા અને ધમકી આપતા હતા.

જાેધપુરના શ્વેતંક ફ્લેટમાં રહેતા સંગત નાયકે સપ્ટેમ્બર ૨૦૨૧માં તેલંગાણાના વારંગલમાં આવેલી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એડમિશન લીધું હતું. ઈન્સ્ટીટ્યૂટમાં ઓનલાઈન ક્લાસની સુવિધા હોવાથી સંગત નાયક ત્યાં પ્રત્યક્ષ અભ્યાસ માટે નહોતો જતો.

એપ્રિલ ૨૦૨૨માં તે વારંગલ દ્ગૈં્‌ ગયો હતો. જે બાદ ૧ જૂન ૨૦૨૨થી તે સ્પેસ રિચર્સ ઓર્ગેનાઈઝેશનના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં ઈન્ટર્નશીપ શરૂ કરી હતી. સંગતે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, દિલ્હીની નિવાસી મોહસિના તેની ક્લાસમેટ હતી.

જૂનમાં ઈન્ટર્નશીપ શરૂ કર્યા બાદ મોહસિનાનો ફોન આવ્યો હતો. તેણે વિનંતી કરી હતી કે, સંગત તેણીની અને તેના મિત્ર પિયૂષ વશિષ્ઠને સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં ઈન્ટર્નશીપ કરવામાં મદદ કરે. સંગતે તેમને કહ્યું કે, તે અહીં ફક્ત ઈન્ટર્ન છે પરંતુ તે મદદ કરવાની કોશિશ કરશે.

થોડા દિવસ પછી પિયૂષે ફોન કરીને સંગતને કહ્યું કે, તેણે થોડા વધારે પ્રયત્નો કરીને તેને અને મોહસિનાને જીછઝ્રના તે કામ કરે છે એ જ યુનિટમાં ઈન્ટર્નશીપ અપાવવી જાેઈએ.

જ્યારે સંગતે તેમને કહ્યું કે, તે મદદ નહીં કરી શકે ત્યારે પિયૂષ ગાળાગાળી પર ઉતરી આવ્યો અને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી. સંગતે પિયૂષનો નંબર બ્લોક કરી દીધો તો તેણે ઓફિસના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ પિયૂષે સંગત અને તેના પિતાને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાનું શરૂ કર્યું અને તેમની પાસેથી ૧૫ કરોડ રૂપિયાની માગ કરી.

સંગતે ફરિયાદમાં દાવો કર્યો છે કે, પિયૂષે તેનું માથું કાપી નાખીને મોહસિનાને બર્થ ડે પર ભેટમાં આપશે તેવી ધમકી આપી હતી. જે બાદ મોહસિનાએ પણ કેટલાય ફોન કરીને સંગતને મારી નાખવાની ધમકી આપી હતી. સંગતે જણાવ્યું કે, પિયૂષે બે શખ્સો મોકલ્યા હતા જે ઘરથી સુધી સંગતનો પીછો કરતા હતા અને તેને ડરાવતા હતા.

છેવટે, સંગતે સેટેલાઈટ પોલીસ પાસે ઈન્ડિયન પીનલ કોડ અંતર્ગત ગુનાહિત ધાકધમકીની ફરિયાદ કરી છે. સાથે જ ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.