Western Times News

Gujarati News

સેતુ મીડિયા મેનેજમેન્ટ દ્વારા નવા વર્ષના વેલકમ સાથે “વિવિધ ડે”ની ઉજવણી

જિંદગીમાં સેલિબ્રેશન માટે કોઈ ઉંમર હોતી નથી. જીવનના દરેક સમયને જો સેલિબ્રેટ કરવામાં આવે   તો તે વધારે રસપ્રદ અને આનંદપૂર્વક પસાર થાય છે. આ જ વિચારને ધ્યાનમાં રાખીને સેતુ મીડિયા મેનેજમેન્ટ દ્વારા વર્ષ 2022 ના અંતે ખૂબ જ સુંદર ડે સેલિબ્રેશન સાથે ઉજવવામાં આવ્યો છે.

જે તા. ૨૫ ડિસેમ્બર થી લઈને ૩૧ ડિસેમ્બર સુધી માણવામાં આવશે. જુદા જુદા ડે માં બ્લેક એન્ડ વ્હાઈટ ડે, આર્ટ ડે, ટ્રેડિશનલ ડે, મોટીવેશનલ ડે અને પ્રેન્ક ડે જેવા ડેઝ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે ૩૧મી ડિસેમ્બરે  કર્માચીઓને એક અપ્રીશિએશનના ભાગ રૂપે એવોર્ડ આપીને બિરદાવવામાં પણ આવશે.

સેતુ મીડિયાના ડાયરેક્ટર રાજેશ હિંગુ  દ્વારા જણાવામાં આવ્યું  કે, દરેક વ્યક્તિ પોતાના ઘર જેટલો સમય ઓફિસમાં પણ ફાળવતો હોય છે. આખું વર્ષ જ્યારે તમે સ્ટાફ સાથે મળીને કામ કરતા હોવ  તો વર્ષના અંતે યાદગાર બનાવવા માટે અમે આ ડેઝનું સેલિબ્રેશન અને એવોર્ડનું આયોજન કરીએ  છીએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.