Western Times News

Gujarati News

રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ-જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી. કે.સ્વામીએ આજ રોજ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તબીબો સાથે કોરોના અંગે આગામી આયોજનો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ડી.કે સ્વામીના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી.બેઠક દરમ્યાન આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના પડતર પ્રશ્નો,આરોગ્ય કેન્દ્રની સાફ સફાઈ,દવાઓ,રાત્રીના સમયે અસામાજીક તત્વોનો ત્રાસને દૂર કરવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત કોરોના સામે તકેદારીના ભાગ રૂપે કરવામાં આવેલી તૈયારીઓ સહિતની માહિતી મેળવી હતી.

બેઠકમાં આમોદ મામલતદાર એસ.એસ. ગાવીત,આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કે.કે.સિંગ,તબીબ અધિક્ષક ડૉ.સંજયકુમાર સાથે રોગી કલ્યાણ સમિતિના સભ્યો તેમજ આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ,તાલુકા ભાજપ મહામંત્રી દીપક ચૌહાણ, મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,આમોદ નગપરપાલિકા પ્રમુખ મહેશ પટેલ,ઉપપ્રમુખ ઉષાબેન પટેલ,નગરપાલિકા સદસ્ય અક્ષર પટેલ,પરેશ મહેતા,કમલેશ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી જેમાં તબીબ વર્ગને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.ઉપરાંત કોવિડને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને આરોગ્ય કેન્દ્રમાં બેડ,ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.