લોકોના પરિવારની સમસ્યાનું નિરાકરણ લાવવાનો ઉપાયઃ ઘરસભા
17 રાજ્યોમાં 24,00052 પરિવારનો સંપર્ક કર્યો. જેમાંથી 19,38,375 પરિવારોએ સમુહ ભોજનનો સંકલ્પ કર્યો , 10,28,560 પરિવારોએ સમુહઆરતી અને પ્રાર્થનાનો સંકલ્પ કર્યો. 4,24,696 પરિવારોએ ઘરસભાનો સંકલ્પ કર્યો હતો .
બી એ પી એસ ઘર સભા – સંપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ખૂબ જ ગમે છે. જેની શરૂઆત ઘરથી થાય છે એકતાએ પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે ની ચાવી છે . ઘરસભા પારિવારિક એકતાની ચાવી છે.
ઘરસભામાં બેસવાથી કઈક વાત સાંભળવાથી મનના પ્રશ્નોનું સમાધાન થાય છે ભેગા જમવાથી કુટુંબ ભાવના આવે છે. પહેલી સ્કૂલ આપણું ઘર છે એટલે ઘરસભ્યની વાત કરી ઘરમાં ભેગા બેસી ને ભજન થાય કીર્તન થાય તો બાળકોમાં સંસ્કાર આવે. ભેગા બેસવાથી એક બીજા પ્રત્યે આત્મીયતા વધે છે . ઘર સભા એ ઘરની શોભા છે.
એક વાર સ્વામીશ્રી પત્ર લેખન કરી રહ્યા હતા . સામે ઘણા બધા પત્રો પડ્યા હતા. ત્યારે એક હરિભક્તે પૂછ્યું, આમાં શું લખ્યું હોય?
ત્યારે બાપાએ કહ્યું લોકોના પ્રશ્નો.
હરિભક્તે ફરી પૂછ્યું, ‘આનું નિરાકરણ લાવવાનો ઉપાય ખરો?’
સ્વામીશ્રી એક શબ્દમાં પ્રત્યુત્તર આપતા બોલ્યા, ‘ઘરસભા’
ઘરસભા એક શબ્દમાં શું હોય પણ ઊંડાણ પૂર્વક વિચાર કરીએ તો સમજાય કે ઘરસભા એ ઘરની શાંતિથી વિશ્વ શાંતિ તરફ દોરી જાય છે. ઘરસભા એ પ્રમુખસ્વામી મહારાજે હજારો પરિવારોને આપેલ મંગલ આશીર્વાદ છે.
પ્રમુખસ્વામી મહારાજ કહેતા આજે દિનપ્રતિદિન પરિવારમાં આત્મીયતા અને આધ્યાત્મિકતા ઘટતી જાય છે. પરિણામે કંકાસ થાય છે. સંપ નથી રહેતો આ આત્મીયતા અને આધ્યાત્મિકતાના સંસ્કાર પાછા લાવવા અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ ઘરસભા કરવી અત્યંત જરૂરી છે.
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવે સંસ્થાની બાળ પ્રવૃત્તિ દ્વારા હારીભક્તો સિવાય અન્ય ભાવિકો માટે પારિવારિક શાંતિ અભિયાન યોજાયું જેમાં ઘરસભા કરવાના ગોષ્ઠી, સમૂહ પ્રાર્થના, સમૂહ આરતી, રમત-ગમત, સમૂહ સેવા વગેરે જેવા અલગ અલગ વિકલ્પો અંગે સમજ આપી ઘરસભા કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
બીએપીએસ સંસ્થાના વિવધ કેન્દ્રો દ્વારા હજારો હરિભક્તોએ પણ આ પારિવારિક શાંતિ અભિયાનમાં જોડાયા હતા.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વચનો:
ભગવાન અને ભગવાનના આખંડ ધારક સંતની મૂર્તિ પધરાવી એ ઘર પણ તીર્થ રૂપ બની જય છે ત્યાં ઘરમંદિરમાં બેસી રોજ ઘરસભા કરવી. જેથી બાળકોમાં સારા સંસ્કાર આવે અને વડીલોને શાંતિનો અનુભવ થાય છે.
માણસ માણસ રહે તે માટે આ બધુ કરવાની જરૂરિયાત છે, બીજી પ્રવૃત્તિ છે તે કરવાની છે આપણાં સંસ્કારો ન ભૂલે તે માટે ઘરસભા જરૂરી છે.
ઘરસભા ઘરની શોભા છે બધાએ દ્રઢતાથી ઘરસભા કરવા નિયમ લેવો. ઘરસભાથી ઘરના બધા સભ્યોમાં સંપ વધે છે એક બીજાને સમજી શકાય છે. એક બીજા માટે ઘસવાની ભાવના પ્રગટે છે.
માતૃદેવો ભવ , પિતૃ દેવો ભવ , અતિથી દેવો ભવ ,આચાર્ય દેવો ભવ એના પાઠ ભારતીય સંસ્કૃતિ માં શિખવાડવામાં આવ્યા છે . ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી માં કહ્યું છે જૂઠું ના બોલવું , ચોરી ન કરવી , કોઈ નું નુકશાન ન કરવું . દુનિયા માં મોટપ રૂપિયા થી નથી , હોદ્દા થી નથી , મોટપ તો ભગવાન અને સંત થી લઈને એના જ્ઞાન થી છે .
સંસ્કાર મળ્યા છે એટલે સત્સંગમાં બેઠા છે. માતા પિતાની આજ્ઞા પાડવાનું આપણા ધર્મગ્રંથ રામાયણ શીખવે છે કુટુંબ પ્રત્યે કેવી ભાવના હોવી જોઈએ તે પણ આપણને રામાયણ શીખવે છે. હાલ કળિયુગ ચાલે છે જેમાં આપણે જે કાંઈ સાંભળીએ છીએ એ બધું ભુલાઈ જાય છે તો આ જ્ઞાન આપણા જીવનમાં ઉતારીશું તો ઘરમાં શાંતિ રહેશે દેશમાં શાંતિ રહેશે અને જીવનમાં પણ શાંતિ રહેશે..
પારિવારિક શાંતિ અભિયાન – શતાબ્દી સેવક સમારોહ, અમદાવાદ 24 એપ્રિલ 2022
વિશ્વ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે જેમાંની એક છે પારિવારિક અશાંતિ. પરિણામે અસંખ્ય પરિવારો તૂટી રહ્યા છે, પેઢીઓથી ચાલી આવતા સંસ્કારો ધોવાઈ રહ્યા છે, સમાજની આ વણસી રહેલી પરિસ્થિતિ ની ચિંતા કરી અને સમાધાન આપ્યું પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કે જેમને સમગ્ર વિશ્વની અંદર વિચરણ કરી અને એક મંત્ર આપ્યો અને મંત્ર હતો
ઘરસભા . તેઓએ પ્રચંડ પુરુષાર્થ અને વિચરણ કર્યું જેના મધુર ફળો રુપે આજે પરિવાર સુખ શાંતિ અને આનંદ માણી રહ્યું છે . બીજાના ભલામાં આપણું ભલું આ જીવન સૂત્રસાથે અનેક સેવાકાર્યો , અનેક રાહતકાર્યો અનેક સામાજિક કાર્યો માં પણ એક આગવું અને વિશેષ વિરલ કાર્ય તેઓએ કર્યું છે પારિવારિક શાંતિ સ્થાપવાનું .
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી નિમિત્તે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા હાલમાં પારિવારિક શાંતિ અભિયાન નું આયોજન થયું હતું જેમાં 72, 806 પુરુષ મહિલા હરિભક્તો જોડાયા હતા એની શરૂઆત 31 જાન્યુઆરી -2022થી થઈ હતી.
કુલ 17 રાજ્યોમાં 24,00052 પરિવારનો સંપર્ક કર્યો . જેમાંથી 19,38,375 પરિવારોએ સમુહ ભોજનનો સંકલ્પ કર્યો , 10,28,560 પરિવારોએ સમુહઆરતી અને પ્રાર્થના નો સંકલ્પ કર્યો , 4,24,696 પરિવારોએ ઘરસભાનો સંકલ્પ કર્યો હતો .
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માટે આટલા બધા લોકો એટલા માટે સમર્પિત થયા છે કારણ કે પ્રમુખસ્વામી મહારાજે સમાજને સમય, મન અને હૃદય આપ્યું છે . પ્રમુખસ્વામી મહારાજે મંદિરો બાંધ્યા પણ પોતે તેમાં રહ્યા નથી પરંતુ લોકોના ઘરોમાં પોતે રહ્યા છે તેઓના હૃદયમાં રહ્યા છે.
નાટક – “પિતા અફલાતૂન’ ( વાલી જાગૃતિ ) “તમારું સંતાન તમારું ભવિષ્ય”
બાળકના પ્રશ્નોના જવાબ એવા આપવા જોઈએ કે બાળક અને વાલી બંને રાજી થાય. પિતા અફલાતૂન નાટક દ્વારા એની વિશેષ જાણકારી મળશે .
પોતાના મસ્તીખોર, તોફાની બાળક સાથે તેમના તમામ પ્રશ્નો ના જવાબ પ્રેમથી, સમજણપૂર્વક શાંતિ રાખી આપવામાં આવે તો બાળકો સાચી દિશામાં વળશે અને એક જાગૃત વાલી તરીકે દરેક માતા-પિતા ને પણ ગૌરવ થશે.
સ્વાભાવિક છે બાલ અવસ્થામાં બાળક મસ્તી કરે , કાર્ટૂન જોવા, ગેમ રમવી , ભણવાનું ન ગમે , કોઈ વસ્તુઓ માટે જીદ કરે ,વગરે થાય પણ એમાં પણ તેને પ્રેમથી સમજાવવો અને સારું વર્તન રાખવું જોઈએ . આવી ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આ પિતા અફલાતૂન નાટક માં કરેલી છે .