Western Times News

Gujarati News

યુવા માતા-પિતાને બાળકની સર્જરી સંબંધિત મહત્વના મુદ્દાઓ વિશે જયદીપ હોસ્પિટલ્સ દ્વારા માહિતગાર કરાયા

તબીબી વિષયો પર ઇન્સ્ટા રીલ્સ / યુટ્યુબ વિડિયોઝ બનાવવા માટે યોગ્ય/અયોગ્ય વ્યક્તિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. -આવા ગંભીર મુદ્દાઓ માટે સેલ્ફ-ડૉક્ટરિંગ તરફ દોરી જાય છે. જેના કારણે લાયકાત ધરાવતા ડૉકટર્સ સામે અવિશ્વાસની સમસ્યાઓ પણ ઊભી થઈ છે

જયદીપ હોસ્પિટલ્સ ખાતે પીડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી

અમદાવાદ, પીડિયાટ્રિક સર્જરીને  વિવિધ રોગોવાળા બાળકો માટે ડાયગ્નોસ્ટિક, ઓપરેટિવ અને પોસ્ટઓપરેટિવ સર્જિકલ સંભાળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતમાં પીડિયાટ્રિક સર્જરી કેવી રીતે વિકસિત થઈ છે, તેના વિશે વિગતવાર ઇતિહાસ સમજવા માટે પીડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી ખૂબ જ મહત્વની છે.

પીડિયાટ્રિક સર્જરી ડે કેટલી મહત્વતા ધરાવે છે તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલી જયદીપ હોસ્પિટલ્સ ખાતે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં ડૉ. જયૂલ કામદાર અને ડૉ. દીપાલી જે. કામદારે પીડિયાટ્રિક સર્જરી ડે નિમિત્તે યુવા માતા-પિતીઓને બાળકોની સર્જરી સંબંધિત ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો પર ઉંડી સમજ આપી હતી.

બાળ ચિકિત્સા સર્જરી દિવસ (પીડિયાટ્રિક સર્જરી ડે) ભારતમાં દર વર્ષે 29 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ બાળકો અને તેમના ડૉક્ટર્સ વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવાનો છે. ઈન્ડિયન એસોસિએશન ઑફ પીડિયાટ્રિક સર્જન્સ માટે આઈએપીએસની રચના 57 વર્ષ પહેલા 29 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી, જેથી તે દિવસને પીડિયાટ્રિક સર્જરી ડે તરીકે ઉજવવામાં આવે છે.

પીડિયાટ્રિક સર્જરી ડે નિમિત્તે જયદીપ હોસ્પિટલ્સના કો-ઑનર્સ ડૉ. જયૂલ કામદાર અને ડૉ. દીપાલી જે. કામદાર દ્વારા પીડિયાટ્રિક સર્જરી ક્ષેત્રે તાજેતરના વિકાસ વિશે અને તેમાં પણ ખાસ કરીને કોરોના કાળ બાદ બાળકોમાં કેટલીક જટિલતાઓમાં થયેલા વધારા જેવી સંબંધિત બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો.

તેઓએ યુવા માતા-પિતાએ આવા પ્રકારની આકસ્મિક ઘટનાનો કેવી રીતે સામનો કરવો જોઇએ અને સરકારી સહાયક યોજનાઓ વિશેની માહિતી કે જે તેમને તેમના બાળકનું નિઃશુલ્ક ઓપરેશન કરાવવામાં પણ મદદ કરે છે તેના વિશે માહિતી આપી હતી.

ઉપરાંત, આ સમગ્ર વિષય પર બંને ડૉક્ટર્સ દ્વારા એક ટૂંકા પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજ આપવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશનમાં બાળકોના સર્જન અને સામાન્ય સર્જનોમાં ઘણો ફેર હોય છે. બાળકો બોલી શકતા ન હોવાથી ફક્ત હાવભાવ અને તબીબી સંજ્ઞાઓના આધારે નિર્ણય લેવો પડે છે.

નવજાત શિશુના શરીરનું કદ, તાપમાન તેમજ જરૂરિયાતો મોટા કરતા ઘણી જ અલગ હોય છે અને બાળકો અને નવજાત શિશુઓ શારિરીક રચનાની દ્રષ્ટિએ મોટાં કરતા ઘણા અલગ હોય છે અને સામાન્ય રીતે ગર્ભવસ્થા દરમિયાન કિડનીની તકલીફ, હૃદયની તકલીફ, મગજમાં પાણી ભરાવું, કરોડરજ્જુની ગાંઠ/ તકલીફ અને શરીરમાં વીકસી રગેલી જન્મજાત ગાંઠના નિદાન માટેમાતાની ગર્ભવસ્થા દરમિયાનની સોનોગ્રાફીની જરૂરિયાત સહિતના અનેક અતિ મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ઉપરાંત, હોસ્પિટલ દ્વારા છેલ્લા કેટલાક દાયકાઓમાં બાળ સર્જરીના પરિદ્રશ્યના વિકાસને સંબંધિત એક ટૂંકુ માહિતીપ્રદ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.

પીડિયાટ્રિક સર્જન દ્વારા માતાપિતા તરફથી સામનો કરતી કેટલીક સામાન્ય સમસ્યાઓ વિશે ડૉ. જયૂલ કામદાર અને ડૉ. દીપાલી કામદારે જણાવ્યું,“તાજેતરના વલણોમાં તબીબી વિષયો પર ઇન્સ્ટા રીલ્સ / યુટ્યુબ વિડિયોઝ બનાવવા માટે યોગ્ય/અયોગ્ય વ્યક્તિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

આ પ્રકારના પ્લેટફોર્મ્સ પર કોઈ નિયંત્રણો ન હોવાથી, દર્શકો ઘણીવાર મૂંઝવણમાં રહે છે અને છેવટે આવા ગંભીર મુદ્દાઓ માટે સેલ્ફ-ડૉક્ટરિંગ તરફ દોરી જાય છે. જેના કારણે લાયકાત ધરાવતા ડૉકટર્સ સામે અવિશ્વાસની સમસ્યાઓ પણ ઊભી થઈ છે,

જેઓ તેમના દાયકાઓના અભ્યાસ અને અનુભવ સાથે તે યુવાન માતાપિતાને યોગ્ય રીતે ગંભીર પરિણામોને સંબોધવામાં અસમર્થ બની જતા હોય છે. તેથી હવે લાયકાત ધરાવતા અને અનુભવી ડૉક્ટરે જનતાને સાચી માહિતી સાથે સંબોધિત કરવાનું શરૂ કરવાનો અને યોગ્ય વાતાવરણની ખાતરી કરવામાં મદદ કરવાનો સમય આવી ગયો છે.”

ડૉ. જયૂલ કામદારે શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કૉલેજમાંથી સ્નાતક અને અનુસ્નાતક અને બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલ ફૉર ચિલ્ડ્રન, મુંબઈ ખાતેથી પીડિયાટ્રિક સર્જરી (બાળરોગ સર્જરી)માં સુપરસ્પેશિયલાઇઝેશન કર્યું છે.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે બાળરોગ અને નવજાત લેપ્રોસ્કોપિક, થોર્કાકોસ્કોપિક સર્જરીમાં વિશેષ તાલીમ લીધી છે. તેઓ બાળકોની થોરાસિક સર્જરીમાં ગહન રૂચિ ધરાવે છે. વધુમાં તેમણે પીડિયાટ્રિક યુરોલોજિકલ સર્જરી તેમજ પીડિયાટ્રિક અને નિયોનેટલ બ્રોન્કોસ્કોપીની તાલીમ પણ લીધી છે.

ડૉ. દીપાલી કામદારે મુંબઈની નાયર હૉસ્પિટલમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓએ દિલ્હીથી ચેસ્ટ મેડિસિનમાં તેમનું ડીએનબીપૂર્ણ કર્યું છે. તેઓ ઓક્ટોબર, 2017થી પીડિયાટ્રિક પલ્મોનોલોજીમાં યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટીના ડિપ્લોમેટ છે. તેઓએ અસ્થમા, રીકરંટ યુઆરટીઆઇ, એમડીઆરટ્યુબરક્યુલોસિસ જેવા નિયમિત બાળકોના પલ્મોનરી રોગો ઉપરાંત તેઓએપીડિયાટ્રિક અને નિયોનેટલફ્લેક્સીબલ બ્રોન્કોસ્કોપી અને સ્લીપ સ્ટડીમાં તાલીમ પણ ધરાવે છે.

જયદીપ હોસ્પિટલ્સની કેટલીક વિશેષ સિદ્ધિઓની ઝાંખીઃ

·         NABH (એનએબીએચ)માન્યતા પ્રાપ્ત

·         CGHS (સીજીએચએસ)સાથે એમ્પેનલ્ડ

·         પીડિયાટ્રિક સર્જિકલ સુપરસ્પેશિયાલિટી માટે પશ્ચિમ ભારતમાં સૌથી મોટી ખાનગી હોસ્પિટલ

·         સ્માઈલ ટ્રેન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ક્લેફ્ટ લિપ/પેલેટના દર્દીઓ માટેનું સૌથી મોટું સેન્ટર

·         અમદાવાદમાં એક માત્ર પીડિયાટ્રિક સર્જિકલ સુપરસ્પેશિયાલિટી, જે 4પૂર્ણ સમયના પીડિયાટ્રિક સર્જન ધરાવે છે

·         સરકારની માર્ગદર્શિકા મુજબ આયુષ્માન યોજના ઑફર કરે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.