હવે હિમાચલ પ્રદેશમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની તૈયારી
નવીદિલ્હી, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે જૂની પેન્શન યોજનાના વાયદા સાથે ચૂંટણી લડી હતી. ગુજરાતમાં હાર અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ હવે કોંગ્રેસની સરકારે ત્યાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુએ કહ્યું કે, સરકાર પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્યના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને મંજૂરી આપવા મક્કમ છે.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, સરકારે યોગદાન હેઠળ એકત્ર કરાયેલ ભંડોળને મુક્ત કરવા માટે આ સંદર્ભમાં કેન્દ્રને પત્ર લખ્યો છે. નવી પેન્શન યોજનાના કર્મચારીઓના એક પ્રતિનિધિમંડળને સંબોધતા સુખવિંદર સિંહ સુખ્ખુએ કહ્યું કે પેન્શનરોને નિયમિત અને સન્માનજનક પેન્શન મળી શકે તે માટે ફોર્મ્યુલા બનાવાશે.
કોંગ્રેસે જૂની પેન્શન યોજનાનો વાયદો કર્યો હતો ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઢંઢેરામાં ૧૦ ગેરંટીનું વચન આપ્યા છે અને સરકાર તબક્કાવાર રીતે તેનો અમલ કરશે.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, રાજ્યએ દ્ગઁજી યોગદાન હેઠળ એકત્ર કરાયેલું ભંડોળ છોડવા માટે કેન્દ્રને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીએ અગાઉની ભાજપ સરકાર પર શાસનના અંત સમયે ૯૦૦ થી વધુ સંસ્થાઓ ખોલવા માટે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આનાથી દર વર્ષે ખજાના પર ૫ હજાર કરોડથી વધારાનો બોજાે પડશે.
તેમણે આરોપ લગાવતા કહ્યુ કે, ચૂંટણી માટે સમજ્યા વિચાર્યા વગર આવુ કરવામાં આવ્યુ. મુખ્યમંત્રીએ કોગ્રેસ પાર્ટીને લોકોની પાર્ટી ગણાવતા કહ્યું કે, રાજ્યની કોંગ્રેસ સરકાર અને પક્ષ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે વધુ સારા સંકલનમાં કામ કરશે. રાજીવ ભવનમાં કોંગ્રેસના ૧૩૮મા સ્થાપના દિવસના અવસર પર એક કાર્યક્રમને સંબોધતા સુખુએ કહ્યું કે, કેટલાક મુદ્દાઓ પર પાર્ટીના કાર્યકરોમાં અલગ-અલગ મત હોઈ શકે છે, પરંતુ વિચારધારા એક છે.HS1MS