સતા પક્ષના સભ્યોએ મહત્વના બે કામનો વિરોધ કરતા સ્થાનિક રાજકારણમાં હલચલ

(પ્રતિનિધિ) નડિયાદ નડિયાદ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં માત્ર ૩૦ સેકન્ડમાં જ એજન્ડા ના ૩૦ કામોને મંજૂરી આપી દેવામાં આવી હતી જ્યારે પ્રમુખ સ્થાન લેવામાં આવેલા કમો પણ મંજુર કરી પ્રમુખે સભા બરખાસ્ત કરી દીધી હતી જાેકે કેટલાક સત્તાધિશ પક્ષના સભ્યોએ પ્રમુખ સ્થાનેથી તેમજ એજન્ડા મુજબના કામોનો જબરજસ્ત વિરોધ કર્યો છે જેને લઇ સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઇ છે.
નડિયાદ નગરપાલિકાની આજની સામાન્ય સભા પાલિકાના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી હતી બપોરે ૧૨ કલાકે મળેલી આ સામાન્ય સભામાં પાલિકાના પ્રમુખે સૌ પ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીના અવસાનને લઇ બે મિનિટનું મૌન પાડ્યું હતું. બાદમાં પ્રમુખ સ્થાન હતી તેમજ એજન્ટા મુજબના તમામ કામો મંજૂર કહી સભાને બરખાશ કરી દીધી હતી જાેકે સત્તાધીશ પક્ષમાં કેટલાક સભ્યોએ કેટલાક કામોને લઈ વિરોધ કર્યો હતો પરંતુ પ્રમુખ સભાખંડની બહાર નીકળી ગયા હતા.
પાલિકાના સત્તાધિશ પક્ષના સભ્ય અનેપ્લાનિંગ કમિટીના ચેરમેન વિજયભાઈ પટેલ એ મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે નડીઆદ નગરપાલિકા ઘ્વારા ટી.પી.સ્કીમ નં.૨,ફા.પ્લોટ નં. ૧૦૪,કશીભાઈ પાર્ક પાસે આવેલ નડીઆદ નગરપાલિકાના શોપીંગ સેન્ટરની કુલ ૩૦ પૈકી ૨૬ દુકાનો ડીસ્પોઝલ ઓફ લેન્ડ અધર પ્રોપર્ટીઝ—૨૦૨૨ અંતર્ગત હરાજીથી વેચાણ આપવા તા. ૨૧/૦૯/૨૦૨૨ ના રોજ જાહેર હરાજી રાખવામાંઆવી હતી જિલ્લા કલેકટર ની મંજૂરીથી તેમણે ઠરાવેલ મિનિમમ રકમ ?૩.૫ લાખ કરતા વધુ રકમ માં આ દુકાનો વેચાઈ હોવા છતાં પાલિકા આ રાજને રદ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે આ બાબતનું ર્નિણય લેવા માટે અમુક સ્થાનેથી કામ લેવામાં આવ્યું છે તેની સામે અમારો વિરોધ છે જાહેર હરાજી થઈ દુકાનો આપી દીધી છતાં પણ હજુ ર્નિણય કેમ? એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.
તો બીજી બાજુ પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે પાલિકાના કેટલાક સભ્યોએ આ દુકાનોની કિંમત ઓછી આવી છે માટે હરાજી ફેર વિચારણા માટેની માગણી કરતા આ હરાજીના ર્નિણય લેવા માટે કામ મૂક્યું છે હજી હરાજી રદ કરી નથી એજન્ડા મુજબના કામ નબર ૨૧ નો પણ પક્ષના કેટલા સભ્યોએ વિરોધ કર્યો હતો સંતરામ નિલયમ ની દુકાનો ભાડે આપવા બાબતના આ કામ નું પણ આ સભામાં ભારે વિરોધ જાેવા મળ્યો હતો.
નડિયાદ પાલિકાના વિરોધ પક્ષના સભ્ય ગોકુલ શાહ, માજીદ ખાન પઠાણ વગેરે એ પ્રમુખ સ્થાનથી લેવાયેલા તમામ કામોનો વિરોધ કર્યો હતો ગુજરાત પાલિકા નિયામક અધિનિયમ ૧૯૬૩ મુજબ પ્રમુખ સ્થાનેથી કોઇ પણ કામ લેવાય નહીં માટે આ કામોનો વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના સભ્યોને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી તે બાબતની પણ ચર્ચા જાેવા મળી હતીॅ