Western Times News

Gujarati News

પતંગ કાઢવા જતા ત્રીજા માળેથી બાળક નીચેના ફ્લોર પર પટકાયો

રાજકોટ, ઉતરાયણના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં ગત સપ્તાહે જીવલેણ દોરીના કારણે એક વ્યક્તિને ગળાના ભાગે ઇજા પહોંચી હતી. તો બીજી તરફ પતંગ લેવા જતા સાત વર્ષીય બાળક ત્રીજા મળેથી નીચેના ફ્લોર પર પટકાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે બાળકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉત્તરાયણના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.3

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ચોકડી પાસે રહેતા રુદ્ર ભટ્ટી નામના સાત વર્ષે માસુમને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સવારે રુદ્ર ભટ્ટી જ્યારે પોતાના એપાર્ટમેન્ટના ત્રીજા માળે પતંગ ચગાવતો હતો. ત્યારે પતંગ કપાઈને પતરામાં ભરાઈ ગઈ હતી. જેથી પતંગ લેવા જતા પતરા તૂટતા રુદ્ર ત્રીજા માળેથી બીજા મળે પટકાયો હતો.

જેના કારણે તેને ઈજા પહોંચી હતી. અત્યારે બાળકને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ સમગ્ર બનાવવાની જાણ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા યુનિવર્સિટી પોલીસને કરવામાં આવી હતી. અત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રુદ્ર અને તેના માતા-પિતાનું નિવેદન નોંધવામાં પણ આવ્યું હતું. આમ રાજકોટ શહેરમાં માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો વધુ એક વખત સામે આવ્યો છે. ત્યારે આગામી સમયમાં જ્યારે ઉતરાયણનો તહેવાર આવવાનો બાકી છે. ત્યારે માતા-પિતા પોતાના બાળકોનું પતંગ ચગાવતા સમયે ધ્યાન રાખે તે અતિ આવશ્યક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.