હીરાબાના નિધન પર બાઈડેને શોક સંદેશ મોકલ્યો

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને પ્રથમ મહિલા ઝિલ બાઈડેને શનિવારે પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને સાંત્વના આપી હતી.
જાે બાઈડેને પોતાના સત્તાવાર ટિ્વટર હેંડલ પર કહ્યું કે, ઝિલ અને હું પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબેન મોદીના નિધન પર ઊંડા શોકની સંવેદનાઓ મોકલીએ છીએ.
પીએમ મોદીની માતા હીરાબાનું નિધન ૩૦ ડિસેમ્બર સવારે ૩.૩૦ કલાકે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં થયું છે. તે પોતાના ૧૦૦માં વર્ષમાં હતા. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં પોતાની માતાની અંતિમ યાત્રા અને અંત્યેષ્ટિમાં સામેલ થયા હતા. તેમણે પાર્થિવ દેહને કાંધ આપી ચિતાને મુખાગ્નિ આપી હતી.
અંત્યેષ્ટિની તુરંત બાદ પીએમ બાદ કામે લાગી ગયા હતા. તેમણે રેલ, મેટ્રોલ સેનિટેશન અને ઈંફ્રા સાથે જાેડાયેલ કેટલાય પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવા માટે કોલકાતા જવાનું હતું. પણ માતાના નિધનના કારણે ત્યાં શારીરિક રીતે પહોંચી શક્યા નહીં.
તેમણે ગાંધીનગર રાજભવનમાંથી વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ઉપરોક્ત કાર્યક્રમોમાં પોતાની હાજરી નોંધાવી હતી. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથે કાર્યક્રમ સ્થળ પર હાજર રહ્યા હતા. ત્યાર બાદ પીએમ ગાંધીનગરથી જ વીસી દ્વારા ગંગા પરિષદની બેઠકમાં જાેડાયા અને તેની અધ્યક્ષતા કરી હતી.
આ મીટિંગમાં યૂપી, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર સહિત ૯ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. બિહાર સીએમ નીતિશ કુમારની જગ્યાએ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બેઠકમાં જાેડાયા હતા. ભારતમાં ચીની દૂતાવાસે પણ હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી પ્રત્યે તેમની મા હીરાબેન મોદીના નિધન પર ઊંડા શોકની લાગણી અનુભવીએ છીએ.
શોક સંતપ્ત પરિવાર પ્રત્યે અમારી સંવેદનાઓ. તેમના આત્માને શાંતિ મળે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પણ શુક્રવારે પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો ગતો. આ ઉપરાંત ઈઝરાયલ, માલદીવ, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, સઉદી અરબના રાષ્ટ્રાધ્યક્ષોએ પણ સંવેદના વ્યક્ત કરી હતી.SS1MS