ડો.સલીમ શેખની અનમોલ માનવતા ને લાખ લાખ સલામ
(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુરના સેવાભાવિ અને સુપ્રસિધ્ધ ડો.સલીમ શેખ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ના પૂર્વ પ્રમુખ અને ગ્રેજયુએટસ શોસ્યલ વેલ્ફેર ટ્રસ્ટ સાવઁજનિક દવાખાનાના પ્રમુખ ની અનમોલ સેવા તરીકે પ્રચલિત છે તેમના દ્વારા દર વર્ષે વિવિધ રોગોના કેમ્પો, મોતીયાના ઓપરેશન અને ધાબળાઓના વિતરણ કરવામા આવેછે જેના ભાગ રૂપે સતત પાંચમા વર્ષે શહેરના ખૂણે- ખચકે, ફૂટપાથ, બસ પોર્ટ, રેલ્વે સ્ટેશન પર ગરીબો,શ્રમિકો અને જરુરિયાતમંદ લોકો અસહ્ય ઠંડીમા રોડ ઉપર રાત પસાર કરતા હોયછે તેવા લોકોને પોતાની ટીમ સાથે શોધી શોધી મધ્ય રાત્રિ એ ધાબડા આપી ઠંડી રોકવાના પ્રયાસથી માલિક ને રાજી કરવાના કાર્યને ડો.શેખ પોતાની ફરજ સમજેછે.આ નેક કાર્ય સરાહનીય છે.
આ માનવતા કાર્ય મા લાયન્સ પ્રમુખ લા.કદમભાઇલાટીવાલા, ખજાનચી લા.કમલભાઇ ખટેક, લા.કનુભાઇદવે,લા.વાસુભાઇમોદી લા.અતિકુ રરેહમાનકુરેશી, લા.કલ્પેશભાઇ દવે વિગેરે સાથે રહી વિતરણમા ભાગીદાર બન્યા હતા.