Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ખેડબ્રહ્મા કોલેજમાં ઇનોવેશન તાલીમ યોજાઇ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા ડી.ડી ઠાકર આર્ટ્‌સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૬ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન ઇનોવેશન ક્લબમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

સંસ્થાના આચાર્યશ્રી ડૉ.વી.સી.નિનામાએ પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી શીખવાનું આહવાન કર્યું હતું. ટ્રેનર તરીકે શ્રી જયકુમાર પટેલે ચાર દિવસની તાલીમમાં વિદ્યાર્થીઓને ડ્રોન કેમેરા ટેલિસ્કોપ તથા અન્ય કીટ નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે શીખવાડ્યું હતું. આ તાલીમ વર્ગનું સફળ સંચાલન ઇનોવેશન ક્લબના કોઓર્ડીનેટર શ્રી ડૉ.નિશા તાજપુરીયાએ કર્યું હતું. આ તાલીમમાં સાઈઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કોલેજના સૌ અધ્યાપકો પણ જાેડાયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers