નિવૃત્ત પેન્સનરોએ ભિક્ષા માંગી ને નગરપાલિકાનું ફંડ એકઠું કર્યું
(પ્રતિનિધિ) ગોધરા. ગોધરાના નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા છ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત પેન્શનરો દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં જાહેર રોડ ઉપર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકો પાસે ભિક્ષા માંગી નગરપાલિકાને ફંડ એકઠું કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ર્ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ ગઈ છે વારવાર નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના કાન ઉઘડતા નથી માટે આજે ગોધરા નગરપાલિકાના નિવૃત પેન્શનરો જાહેર માર્ગ ઉપર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોને સાહેબ ભીખ આપો અમારે ભીખ નગરપાલિકા કચેરીને આપવાની છે જેથી અમારું પેન્શન વહેલી તકે કરે કેમ કે નગરપાલિકાની તિજાેરીમાં પૈસા ખાલી થઈ ગયા છે માટે આ ભીખ માંગી તેમને ફંડ આપવા માટે આજે અમે જાહેરમાં ભીખ માંગી રહ્યા છે.
ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા ચાર માસથી પેન્શન ન આપવાના કારણે આજે છઠ્ઠા દિવસે જાહેર માર્ગ ઉપર વાટકાઓ લઈ જાહેરમાં ભીખ માંગવામાં આવી હતી અને અત્યાર બાદ નિવૃત પેન્શનરોએ પોતાના રોષ વ્યક્ત કર્યો હતો જેમાં નિવૃત કર્મચારી એ જણાવ્યું હતું કે આજે અમે ૨૮મી તારીખથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા છે અને આજે બીજી તારીખ થઈ ગઈ છતાંય અમારું ચાર મહિનાનું પેન્શન બાકી છે તે છતાં નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી માટે આજે અમે ભિક્ષા માંગવાનો કાર્યક્રમ રાખ્યો છે અને આજે જેટલી ભીખ આવશે તે તમામ ભીખ નગરપાલિકાના પ્રમુખ ને સ્વ હસ્તે આપી દેવામાં આવશે અને આ ભીખ એડ કરે એટલે અમારું પેન્શન થાય જેથી નિવૃત્ત કર્મચારીઓ અંદાજીત રૂ.૧૦૦૦ જેટલી રકમ ઉધરાવી ને પાલિકા પ્રમુખ ને આપી હતી અને પાલિકા ના ખાડે ગયેલા વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો પાલિકા ના નિવૃત્ત કર્મચારીઓએ અનોખો વિરોધ કર્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ૨૯૧ પૈકી ૧૬૧ જેટલા નિવૃત્ત કર્મચારીઓ ને નાણાં ચુકવવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ સંજય સોનીએ જણાવ્યું હતું…