Western Times News

Gujarati News

ક્રિષ્ટલ હાઇસ્કુલ મરમઠ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) માણાવદર ક્રિષ્ટલ હાઈસ્કુલ મરમઠના ટ્રસ્ટી સમીરભાઈ પાનેરાના જન્મદિવસ નિમિત્તે મરમઠ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં ડૉ. ચિંતન યાદવ, ડૉ. સોની, ડૉ. કેતન બોરખતરીયા, ડૉ. ગોપી બોરખતરીયા તથા ડૉ. ધારા ઝણકાત એ પોતાની સેવા આપેલી હતી. સમગ્ર વ્યવસ્થા ક્રિષ્ના હોસ્પિટલ માણાવદરના ડૉ. અખેડ સાહેબે કરી હતી. તમામ દર્દીઓને જરૂરી તમામ દવા નિશુલ્ક આપવામાં આવી હતી.

સાથે સાથે રાહતદરે જરૂરી રિપોર્ટ પણ કરી આપવામાં આવેલ. આ કેમ્પમાં ખાસ મહેમાન તરીકે સંસ્થાના સ્થાપક જેઠાભાઈ પાનેરા, કુતિયાણા મામલતદાર લુવા સાહેબ, બાંટવા ઁજીૈં કછોટ સાહેબ, મરમઠના સરપંચ પરબતભાઈ વરુ, ટ્રસ્ટી ધર્મેશભાઈ પાનેરા તેમજ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ૨૭૫ થી વધારે દર્દીઓ એ આ કેમ્પનો લાભ લીધો હતો.

સાથે સાથે સેવાકીય પ્રવૃતિ કરનાર દીપકભાઈ ભાટુ તથા ધીરુભાઈ વાળા નું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા ક્રિષ્ટલ હાઈસ્કુલ મરમઠના તમામ સ્ટાફ મિત્રો એ જહેમત ઉઠાવી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવનાર તમામ મિત્રોને જેઠાભાઈ પાનેરાએ શુભેચ્છા પાઠવી હતી..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.