Western Times News

Gujarati News

સંત બ્રહ્મલીન વિસામણબાપુના ફોટો-નામ સાથે ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટનુ વિમોચન

(પ્રતિનિધિ) હળવદ, સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગ્યાના સુવિખ્યાત સંત પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભારત સરકાર દ્વારા બ્રહલીન પૂજ્ય શ્રી વિસામણ બાપુની પોસ્ટલ ટીકીટ વિમોચનનો કાર્યક્રમ પાળીયાદ ખાતે,પાળીયાદ જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ર્નિમળાબા,ઉનડબાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામા આવેલ હતો.

જેમા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ દેવુસિંહ ચૌહાણ દ્વારા પૂજ્ય વિસામણ બાપુના નામ-ફોટો સાથેની પાંચ રૂપિયાની કિંમતની ટિકિટનુ લોકાર્પણ કરેલ હતુ. આ પ્રંસગે વિશાળ સંખ્યામા ગ્રામજનો,સેવકો,ભક્તો અને વિહળ પરીવારના સભ્યો તેમજ સૌરાષ્ટ્‌ના સત્વ સમા સંતો સર્વે શ્રી જૂનાગઢથી પૂ.શેરનાથજી બાપુ, ચાંપરડાથી પૂ.મુક્તાનંદ બાપુ ,જૂનાગઢથી પૂ.ઈન્દ્રભારતીજી, સતાધાર આપાગીગાની જગ્યાના મહંત પૂ.વીજયબાપુ ,ચલાલા દાન મહારાજની જગ્યાના મહંત પૂ.વલકુબાપુ ,શ્રી પંચ નિર્મોહી અની અખાડા અધ્યક્ષ પૂ. રાજેન્દ્રદાસ બાપુ ,અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત પૂ.દીલીપદાસ બાપુ,શીહોર જગ્યાના મહંત પૂ.જીણારામ બાપુ ,પૂ.મોહનદાસ બાપુ સહિતના સાધુ-સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતીમા ટપાલ ટિકિટનુ વિમોચન કરવામા આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.