વેક્સિનના વધુ ૬ લાખ ડોઝ મળશે, ધમધોકાર વેક્સિનેશન ચાલશે
ગાંધીનગર, ચીનમાં કોરોનાને લઈને વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે, કોરોના સંક્રમણ અને કોરોનાથી થતા મોતનો આંકડો વધી રહ્યો છે. કોરોનાને લઈ ગુજરાતમાં અને દેશમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જાે કે, કોરોના વધતા કેસ અને જાેખમ વચ્ચે ગુજરાતમાં થોડા દિવસથી વેક્સિનનો ખેચતાણ જાેવા મળી હતી. પરંતુ કોરોના સંકટ વચ્ચે ગુજરાતને વધુ વેક્સિન મળશે. ગુજરાતને વધુ ૬ લાખનો નવો જથ્થો મળશે.
વિશ્વના વિવિધ દેશોમાં ફરી કોરોનાએ આતંક મચાવ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે દેશ અને રાજ્યની સરકાર પણ એલર્ટ મોડ પર છે. કોરોના સંકટ વચ્ચે ગુજરાતને વધુ વેક્સિન મળશે. ગુજરાતના આરોગ્ય વિભાગને વધુ ૬ લાખનો નવો જથ્થો મળશે. પ્રિકોશનરી ડોઝ લેનારાની સંખ્યા વધતા રાજ્યને નવા ડોઝ મળશે. કોવિશિલ્ડના ૫ લાખ જ્યારે કોવેક્સિનના ૧ લાખ ડોઝ મળશે.
રાજ્યમાં ગઈકાલે કોરોનાના ૨ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૧ કેસ અને મહેસાણામાં ૧ વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ ગઈકાલે રાજ્યના ૩૧ જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કુલ ૩૬ એક્ટિવ કેસો છે. જેમાં તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૦૦ લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર ૯૯.૧૩ ટકા છે. અત્યાર સુધીમાં ૧૨,૬૬,૪૯૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જાેકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ગુજરાતમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવાએ સારા સમાચાર સમાન છે પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.