Western Times News

Gujarati News

વિધર્મી યુવાને યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

અમદાવાદ, અમદાવાદ ખાતે વર્ષ ૨૦૧૮ માં નોકરી કરતી યુવતિ સાથે અમદાવાદના વિધર્મી યુવક દ્વારા અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચરી વીડિયો તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. ત્યારે વિધર્મી યુવકની ધમકીઓથી કંટાળીને યુવતિએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

રાજકોટ ખાતે રહેતી યુવતિ સાથે વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે અમદાવાદના જુહાપુરામાં રહેલી ઝુબીન પઠાણ નામના વિધર્મી યુવક દ્વારા યુવતિ સાથે દુષ્કર્મ આચરીને અવાર નવાર તેને ધમકીઓ આપતો હતો. ત્યારે યુવકની ધમકીથી કંટાળી યુવતિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે યુવતિ મૂળ જામનગરની રહેવાસી છે. પોલીસે અમદાવાદના જુહાપુરામાં રહેતા વિધર્મી યુવક ઝુબીન શમીમખાન પઠાણ વિરૂદ્ધ આઈપીસી ૩૭૬, ૫૦૬ મુજબ ગુનો નોંધ્યો છે

યુવતિએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮ મા યુવતિ જ્યારે અમદાવાદ ખાતે નોકરી કરતી હતી. અમદાવાદ ખાતે ચાર-પાંચ મહિના સુધી અમે સાથે નોકરી કરી હતી. જેથી યુવતિને વિધર્મી યુવક સાથે મિત્રતા હતી. ત્યાર બાદ યુવતિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમદાવાદથી રાજકોટ ગઈ હતી. ઝુબીન ખાતે મિત્રતા હોવાથી અવાર નવારે યુવતિને યુવક સાથે ફોન પર વાતચીત થતી હતી અને અવાર નવા અને ગ્રુપ સર્કલમાં ફરવા પણ જતા હતા.

યુવતિએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચ ૨૦૧૯ માં યુવતિએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાજકોટ આવી ગઈ હતી અને રાજકોટ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હોઈ ઝુબીન સાથે મિત્રતા હતી. જેથી અવાર નવાર અમે ફોન પર વાતચીત કરતા હતા અને અવાર નવાર ઝુબીન રાજકોટ ખાતે આવતો હતો. ત્યારે ઝુબીને મને તેની વાતોમાં ભોળવી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતિ સાથે તેની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધી મોબાઈલ ફોનમાં મારા ફોટા તેમજ વીડિયો પણ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.