અભિષેક-ઐશ્વર્યા ન્યૂ યર મનાવવા દીકરી સાથે ન્યૂયોર્ક ગયા હતા
મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા બચ્ચન સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે મુંબઈ બહાર ગયા હતા. જાે કે, તેઓ ચોક્કસ કઈ જગ્યાએ ગયા હતા તે અંગે કોઈ માહિતી સામે આવી નહોતી.
પોતાની પ્રાઈવેટ લાઈફને પ્રાઈવેટ રાખવામાં માનતા આ કપલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ફેમિલી ટાઈમ અથવા ગેટવેની કોઈ તસવીર શેર કરી નહોતી. જાે કે, જૂનિયર બચ્ચન પત્ની અને દીકરી સાથે ક્યાં ગયો હતો તેનો ખુલાસો થયો છે.
પરિવારે ન્યૂયોર્કમાં નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ત્યાં ફરવા દરમિયાન તેમને કેટલાક ફેન્સ મળી ગયા હતા, જેમણે તેમની સાથે તસવીરો ક્લિક કરાવી હતી અને ટિ્વટર પર શેર કરી હતી, જે વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં ઐશ્વર્યા અને આરાધ્યાએ બ્લેક કલરમાં ટિ્વનિંગ કરતાં ત્યાંથી ઠંડીને ધ્યાનમાં રાખતાં ટીશર્ટ, ડેનિમ અને ઓવરકોટ પહેર્યો છે તો બીજી તરફ અભિષેક બચ્ચન રેડ હૂડી, કોટ અને ટ્રેક પેન્ટમાં જાેવા મળી રહ્યો છે. બચ્ચન પરિવાર વેકેશન એન્જાેય કરી મુંબઈ પરત આવી ગયો છે અને એરપોર્ટ પર ત્રણેય કેમેરામાં કેદ થયા હતા.
હંમેશાની જેમ આ વખતે પણ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યનો હાથ પકડી રાખ્યો હતો અને કારમાં બેઠા ત્યાં સુધી છોડ્યો નહોતો. આ દરમિયાન ઐશ્વર્યા કેઝ્યુઅલ લૂકમાં દેખાઈ હતી તો આરાધ્યાએ પિંક સ્વેટશર્ટ પહેર્યો હતો. કાર સુધી પહોંચતા પહેલા બંનેએ ઘણી વાતચીત પણ કરી હતી. ઘરે રવાના થતાં પહેલા એક્ટ્રેસે કેમેરા સામે હાથ હલાવ્યો હતો અને સુંદર સ્મિત આપ્યું હતું.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, ઐશ્વર્યા રાયે ચાર વર્ષ બાદ મણિરતન્મની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન મોટા પડદા પર કમબેક કર્યું હતું, જેમાં તેની સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીના એક્ટર્સ હતા. આ ફિલ્મનો બીજાે ભાગ આવવાનો છે અને તે ૨૮મી એપ્રિલે રિલીઝ થશે. પહેલા ભાગને બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો.
બીજી તરફ, અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ‘દસવી’ અને ‘બ્રિધ ઈન્ટુ ધ શેડો ૨’ સીરિઝમાં દેખાયો હતો. તેની પાસે આર બાલકીની ફિલ્મ ‘ઘૂમર’ છે, આ સિવાય સૈયામી ખેરના પ્રોજેક્ટમાં ક્રિકેટ કોચના પાત્રમાં દેખાશે. તેમાં તેની સાથે અંગદ બેદી પણ મહત્વના રોલમાં છે.SS1MS