BAPS પ્રમુખ સ્વામીએ એક જન્મમાં એટલું કાર્ય કર્યું છે જેટલું અનેક જન્મોમાં ના થઈ શકે

Shri Tejasvi Surya Member of Parliament - Lok Sabha President - Bharatiya Jana Yuva Morcha
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPSની ૧૬૨ જેટલી માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં લાખો યુવાનો દ્વારા થઈ રહ્યો છે અભૂતપૂર્વ સેવાયજ્ઞ
ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ અને લોકસભાના સાંસદ શ્રી તેજસ્વી સૂર્યાએ જણાવ્યું, “આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના અવતાર અને કાર્યોનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ કારણકે તેઓએ એક જન્મમાં એટલું કાર્ય કર્યું છે જેટલું અનેક જન્મોમાં ના થઈ શકે માટે આજે અનેક યુવાનોને તેમને દર્શાવેલા પથ પર ચાલવાની પ્રેરણા મળે છે.
પ્રમુખ સ્વામી મહારાજ “ત્યાગની મૂર્તિ” હતા માટે આજે આખું ભારત વર્ષ તેમનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે.આજે પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને અદ્ભુત ચમત્કારની અનુભૂતિ થઈ છે જેની પાછળ પ્રમુખસ્વામી મહારાજ અને સંતો હરિભક્તો નો અથાગ પુરુષાર્થ રહેલો છે.
આ પ્રમુખ સ્વામી મહારાજ નગર માં સ્વચ્છતા , હરિયાળી અને પવિત્રતા જોવા મળે છે.હું આજે અહી અતિથિ તરીકે નહિ પરંતુ સત્સંગી થઈને આવ્યો છું અને મારી સાથે સમગ્ર ભારતના યુવા મોરચાના પ્રમુખ આવ્યા છે કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી ઘણું શીખવાનું છે
જે ઉજ્જવળ ભારતના નિર્માણમાં ઉપયોગી બનશે. પ્રમુખસ્વામી મહારાજ આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમની દિવ્ય ચેતનાના દર્શન હું અહીંના સંતો હરિભક્તો માં જોઈ રહ્યો છું. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં “નવા ભારતનું” દર્શન થાય છે.
દક્ષિણ ભારતમાં અનેક વિશાળ મંદિરો આવેલા છે જે આપણા પૂર્વજોની આવડત અને કલાનું પ્રતિક છે પરંતુ અક્ષરધામ મંદિર અને બીએપીએસ સંસ્થાએ આ કલાને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે જ્યાં ભારતીય સંસ્કૃતિનું દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તમામ યુવાનો એ આવું જોઈએ જેથી તેઓ દેશ ભક્તિ અને દેવ ભક્તિ શીખી શકે.
પ્રમુખસ્વામી મહારાજ આજના યુગમાં સાચા અર્થમાં “યુવાનોના આદર્શ” છે કારણકે તેઓએ યુવાનોને સાચું અને સારું જીવન જીવવાની પ્રેરણા આપી છે.આવનારા ૨૫ વર્ષ એ ભારત માટે અમૃતકાળ સમાન છે અને તે માટે ઉચ્ચ આદર્શ ધરાવતા નાગરિકોની જરૂર છે અને તેવા આદર્શો અને મૂલ્યો પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યા છે.”