ગુજરાતના સાંસ્કૃતિક, સામાજિક ઉત્થાનમાં રહ્યું છે પ્રમુખસ્વામીનું અભૂતપૂર્વ પ્રદાન

ગુજરાતના સંસ્કાર ઘડતરમાં અમિટ યોગદાન આપનાર યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ અને તેમની ગુણાતીત ગુરુપરંપરા
ગરવી ગુજરાતના અર્વાચીન જ્યોતિર્ધર, ગુજરાતમાં વિશ્વકક્ષાના સર્જનો, પ્રવૃત્તિઓ અને મહોત્સવો કરનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતના ઇતિહાસમાં અમૂલ્ય પ્રદાનને અંજલિ આપતાં મહાનુભાવો
ગુજરાતમાં ભવ્ય અક્ષરધામ અને મંદિરો, આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, તબીબી, પર્યાવરણીય સેવાઓ, વ્યસનમુક્તિ અભિયાનો, આદિવાસી ઉત્કર્ષ, અને અન્ય અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસમાં BAPS સંસ્થા અવિરત કાર્યરત રહી છે
૨૦૦૦માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોજાયેલ વિશ્વશાંતિ ધર્મ પરિષદમાં પ્રમુખસ્વામી મહારાજે સૌપ્રથમ વાર ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતી ભાષાને અપાવ્યું હતું ગૌરવ
ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉદ્ધારવામાં, સંસ્કારવામાં અને અધ્યાત્મ પ્રત્યે અભિમુખ કરવામાં ભગવાન સ્વામિનારાયણનું અભૂતપૂર્વ પ્રદાન છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલાં સર્વતોમુખી સમાજ ઉત્કર્ષનાં કાર્યોની ભાગીરથીને તેઓની ગુણાતીત સંતપરંપરમાં પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત, ભારત અને વિશ્વભરમાં પ્રવાહિત કરી.
ગરવી ગુજરાતને ગુણવંતું બનાવવામાં જેઓનો સિંહફાળો છે તેવા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતના સમાજજીવનમાં વિરાટ ભૂમિકા અને તેમના પ્રદાનોને આજની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.
સંધ્યા કાર્યક્રમ: સાંજે ૪.૪૫ વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો.
જાણીતા ગાયક શ્રી હેમંત ચૌહાણ, શ્રી કીર્તિદાન ગઢવી, શ્રી રાજભા ગઢવી અને શ્રી ઓસમાણ મીર દ્વારા ભજન સંગતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મંચસ્થ મહાનુભાવો:
શ્રી વિજયભાઈ રૂપાણી – પૂર્વ મુખ્યમંત્રી , ગુજરાત સરકાર
શ્રી નીતિનભાઈ પટેલ – પૂર્વ નાયબ મુખ્યમંત્રી , ગુજરાત સરકાર
શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – પૂર્વ કેબિનેટ મંત્રી , ગુજરાત સરકાર
શ્રી સૌરભભાઈ પટેલ – પૂર્વ રાજયકક્ષા મંત્રી , ગુજરાત સરકાર
શ્રી જવાહરભાઈ ચાવડા – પૂર્વ રાજયકક્ષા મંત્રી , ગુજરાત સરકાર
શ્રી પ્રદીપસિંહજી જાડેજા – પૂર્વ ગૃહમંત્રી
શ્રી સુરેન્દ્રભાઈ પટેલ – ખજાનચી , ગુજરાત સરકાર
શ્રી પરિંદુ ભગત(કાકુભાઈ)
શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા – ઠાકોર સાહેબ , રાજકોટ
શ્રી મહિપાલસિંઘ મકરાણા – રાષ્ટ્રીય પ્રમુખ , શ્રી રાજપૂત કરણી સેના
શ્રી આર સી ફળદુ – વિધાયક – કાલાવડ
પૂજ્યશ્રી દીપકભાઈ દેસાઈ – પ્રમુખ – દાદા ભગવાન ફાઉન્ડેશન
શ્રી નીતિન મુકેશ – વિખ્યાત પાર્શ્વ ગાયક
શ્રી અનિલભાઈ મુકીમ – ચેરમેન , ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન ,ગુજરાત સરકાર
શ્રી ઓમજી ઉપાધ્યાય – ડાયરેકટર , ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રીસર્ચ
શ્રી શિશિર બજાજ – પ્રમોટર – બજાજ ગ્રુપ
શ્રી સુનીલભાઈ ગાલા – મેનેજીંગ ડાયરેકટર , સીઈઓ, નવનીત એજ્યુકેશન ટ્રસ્ટ
શ્રી ક્રિશ શંકર – ગ્રુપ હેડ , ઇન્ફોસિસ લિમિટેડ
શ્રી જય યાજ્ઞિક – વાઇસ પ્રેસિડેન્ટ , ગૂગલ એ.આઈ
જ્યપાદ મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામીશ્રી જ્ઞાનાનંદજી મહારાજ
સભાના અંતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.