Western Times News

Gujarati News

બંને દીકરીઓ સાથે ગોવામાં દેબિના અને ગુરમીત ચૌધરી

મુંબઈ, દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી માટે ગત વર્ષ ખુશીઓથી ભરેલું રહ્યું. ૧૦ વર્ષના લગ્નજીવન અને કેટલીક ટ્રીટમેન્ટ બાદ તેમના ઘરે એપ્રિલમાં દીકરી લિયાનાનો જન્મ થયો હતો અને ત્યારબાદ તરત એક્ટ્રેસને ફરીથી પ્રેગ્નેન્સી રહીને નવેમ્બરમાં બીજી દીકરી દિવિષાનો જન્મ થયો.

બંને દીકરીની દેખરેખમાં દેબિના અને ગુરમીત વ્યસ્ત થઈ ગયા છે. જાે કે, આ બધાની વચ્ચે પણ તેમણે થોડો સમય કાઢી લીધો છે અને પરિવાર સાથે તેઓ વેકેશન એન્જાેય કરવા માટે ગોવા પહોંચી ગયા છે. ત્યાંથી તેમની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગોવા પહોંચતાની સાથે જ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ તેમના માટે લંચ ડેટનું આયોજન કરાવ્યું હતું.

જેનો વીડિયો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. જેમાં તેણે પિંક કલરનું ફ્લોરલ આઉટફિટ પહેર્યું છે તો પતિએ પણ તેની સાથે ટિ્‌વનિંગ કરતાં પિંક ટીશર્ટ અને વ્હાઈટ શોર્ટ્‌સ પહેરી છે. જાેતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગીઓ સુંદર રીતે ગાર્નિશ કરીને ટેબલ પર રાખવામાં આવી છે.

અગાઉ એક વ્લોગમાં દેબિનાએ કહ્યું હતું કે, લિયાના અને વિદિષા બંને નાની છે. તેથી, એકબીજાનો અવાજ સાંભળી ઉઠી જાય છે. તેમની લંચ ડેટમાં પણ કંઈક આમ જ થયું હશે તેમ લાગી રહ્યું છે. એક વીડિયો શેર કર્યો છે, તેમાં તે રિસોર્ટના રૂમ તરફ ભાગતી દેખાઈ.

આ સાથે લખ્યું છે ‘મારી દીકરીઓ પાસે પાછી જઈ રહી છું. કારણ કે, તેમનો ઊંઘવાનો સમય થઈ ગયો છે. ગુરમીત પત્ની દેબિનાને કેન્ડલ લાઈટ ડિનર પર પણ લઈ ગયો હતો.

આ વખતે પણ તેણે કપડાં રિપીટ કર્યા હતો તો એક્ટ્રેસે મેટાલિક ગાઉન પહેર્યું હતું. ડિનર માટે જતા પહેલા ગુરમીતે પત્ની માટે રોમાન્ટિક વાતાવરણ બનાવ્યું હતું અને બંનેએ ડાન્સ કર્યો હતો. દેબિનાએ ગુરમીત સાથે એક તસવીર શેર કરી હતી અને ફેન્સ દ્વારા પૂછવામાં આવતા એક કોમન સવાલનો જવાબ આપ્યો હતો.

તેણે લખ્યું હતું ‘તમારામાંથી ઘણા લોકો પૂછતાં રહે છે કે, હું અને ગુરમીત હંમેશા સાથે કેવી રીતે ખુશ રહીએ છીએ. હું તેમને કહેવા માગું છું કે, હંમેશા યાદ રાખજાે પ્રેમ એક ફૂલ છે અને તેને વિકસિત થવા દેવું જાેઈએ.

દેબિના અને ગુરમીતે મંગળવારે જ નાની દીકરીના નામનો ખુલાસો કર્યો હતો. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ત્રણેયની એક સુંદર તસવીર શેર કરી હતી અને સાથે લખ્યું હતું ‘અમારી જાદુઈ છોકરીનું નામ ‘દિવિષા’ પાડ્યું છે, જેનો અર્થ થાય છે દુર્ગા માતા’. ઉલ્લેખનીય છે કે, કપલની મુલાકાત સીરિયલ ‘રામાયણ’ના સેટ પર થઈ હતી અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ ૨૦૧૦માં તેમણે લગ્ન કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.